દ્વારકા જિલ્લાના પાનેલીમાં બસ સ્ટેશન અને વૃક્ષો હટાવીને દુકાનો ચણી લેવાઈ...!

ખંભાળીયા તા. ૧૬ઃ દ્વારકા જિલ્લાના પાનેલીમાં બસ સ્ટેશન પાડીને તથા વૃક્ષ છેદન કરીને ખાનગી દુકાનો ચણી લેવાતા સરપંચ, ઉપસરપંચ અને તલાટી સામે જિલ્લા - તાલુકા તંત્ર સમક્ષ ફરિયાદ કરવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના પાનેલી ગામે રહેતા દેવરખીભાઈ હમીરભાઈ પોપાલીયાએ પાનેલી ગામના બસસ્ટેશનને તોડીને ગેરકાયદે ઠરાવો કરીને ખાનગી દુકાનો બનાવ્યા અંગેની ફરિયાદ જિલ્લા તથા તાલુકા તંત્રને કરતા ભારે ચર્ચા જાગી છે. પાનેલી ગામના પાટિયા પાસે હાઈવે પાસે વીસ વર્ષોથી બસ સ્ટેશન હતું. તેમાં સરપંચ કેસુર દેવશી અને તેમના મળતીયા દ્વારા બસસ્ટેશન તોડીને અહીં ખાનગી દુકાનો ચણી લેવાઈ છે. આ બાબતે જિલ્લા તથા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરતા સર્કલ ઓફિસર તલાટી મંત્રી દ્વારા રોજકામ કર્યુ હતું. ભયભીત થયેલા સરપંચે ખાસ સભાનું આયોજન તા. ૩-૯-ર૦ર૦ ના કરાયું હતું. જેમાં પણ ઉપસ્થિત સભ્યોએ લેખિત વિરોધ કર્યો હતો તથા પબ્લિક પ્રોપર્ટી એક્ટ-૧૯૮૪ મુજબ ગુન્હો દાખલ કરી પંચાયત પદાધિકારીઓ સામે પગલા ભરવા તથા કાયદાકીય રીતે ખાસ સભા રદ્દપાત્ર હોય, આ ગેરકાયદે દુકાનો પાડીને જવાબદારો સામે પગલા ભરવા માટે ફરિયાદ કરવામાં આવી છે.

close
Ank Bandh
close
PPE Kit