વિશ્વ વ્યાપાર સંગઠન ડબલ્યુટીઓ ટ્રમ્પના નિર્ણયોને ગણાવ્યા નિયમ વિરૃદ્ધ

ચાઈનીઝ વસ્તુઓ પર વધુ કરવેરા લાદવાના અમેરિકાના કદમ પછી

જિનેવા તા. ૧૬ઃ વિશ્વ વ્યાપાર સંગઠન ડબલ્યુટીઓ એ ગઈકાલે ટ્રમ્પ પ્રશાસન દ્વારા ચીની સામાન પર વધુ કરવેરા લાદવાના નિર્ણયને નિયમ વિરૃદ્ધ ગણાવ્યા છે, જ્યારે અમેરિકા પહેલેથી જ ડબલ્યુટીઓથી નારાજ છે.

વિશ્વ વ્યાપાર સંગઠન ડબલ્યુટીઓ એ ગઈકાલે કહ્યું કે, ટ્રમ્પ પ્રશાસન દ્વારા ર૦૦ અબજ ડોલરથી વધુ કિંમતની ચીજવસ્તુઓ પર વધુ કરવેરા (શુલ્ક) લગાડવાનો લેવાયેલો નિર્ણય ડબલ્યુટીઓના નિયમોની વિરૃદ્ધ છે.

જિનેવા સ્થિત વ્યાપાર ક્ષેત્રના વિશ્વ વ્યાપાર સંગઠને અમેરિકા દ્વારા તબક્કાવાર લાગુ કરાયેલા નવા કરવેરાની વિરૃદ્ધમાં ફેંસલો આપ્યો હોય તેવી આ પ્રથમ ઘટના છે.

ટ્રમ્પ સરકારે માત્ર સ્પર્ધક રાષ્ટ્રો સામે જ નહીં, સહયોગી રાષ્ટ્રો અને મિત્રદેશોની સાથેના વ્યાપાર સંદર્ભે પણ શુલ્ક વધારી દેતા ઉહાપોહની સ્થિતિ ઊભી થઈ છે.

વ્યાપાર ક્ષેત્રના વિવાદોના નિવારણ માટેની આંતરરાષ્ટ્રીય સંસ્થા ડબલ્યુટીઓ સામે પણ ટ્રમ્પ ઘણી વખત નારાજગી દર્શાવી ચૂક્યા છે અને તેની ટીકા પણ કરી છે. ટ્રમ્પની રાવ એવી છે કે, વિશ્વ વ્યાપાર સંગઠન અમેરિકા સાથે જે વ્યવહાર કરી રહ્યું છે, તે અયોગ્ય છે.

ટ્રમ્પ પ્રશાસનની દલીલ એવી હતી કે ચીન બૌદ્ધિક સંપ્રદાની ચોરી, ટેકનોલોજી ટ્રાન્સફર અને અન્ય કેટલીક હરકતો કરીને અમેરિકી હિતોને નુક્સાન પહોંચે, તેવી ગતિવિધિઓ કરી રહ્યું છે. તેની સામે વિશ્વ વ્યાપાર સંગઠને આ ફેંસલો સંભાળવતા અમેરિકા હવે અપીલ કરી શકે છે, પરંતુ અમેરિકા દ્વારા જ નવા સભ્યોની નિમણૂકોની સહમતિ નહીં મળતા અત્યારે વિશ્વ વ્યાપાર સંગઠનની અપીલ અદાલત કાર્યરત નહીં રહેવાનું જાણવા મળે છે.

close
Ank Bandh
close
PPE Kit