Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રશ્નનો સુખદ ઉકેલ આવતા આંદોલન સમેટાયું:
જામનગર તા. ૩: જામનગર મહાપાલિકામાં સફાઈ કામદારોના પ્રશ્ને આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. આખરે મહાપાલિકા દ્વારા કાયમીના ઓર્ડરો આપવામાં આવ્યા હતા. આમ, લડતને સફળતા મળતા યુનિયનના આગેવાનોનું જામનગર જિલ્લા વાલ્મિકી સમાજ મધ્યસ્થ પંચાયત દ્વારા પારણાં કરવામાં આવ્યા હતા અને સન્માન કરાયું હતું.
જામનગર મહાપાલિકામાં સફાઈ કામદારોના સેટઅપમાં ખાલી જગ્યા સામે રોજમદાર સમાજ કામદારોને સિનિયોરિટી મુજબ કાયમી કરવા અને રોજમદારોના વેઈટીંગ લીસ્ટમાંથી નિમણૂક આપવાની માગણી સાથે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી મઝદૂર યુનિયનના પ્રદેશ ઉપાધ્યક્ષ અમિત પરમાર અને શહેર પ્રમુખ મહેશ બાબરીયા દ્વારા તા.૨૪-૯-ર૬થી આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરાયું હતું.
આ પછી મહાપાલિકા દ્વારા સેટઅપની પંચાવન ખાલી જગ્યાઓ પર રોજમદાર સફાઈ કામદારોને કાયમી તરીકેના નિમણૂક ઓર્ડર આપવામાં આવ્યા હતા. સાથોસાથ વેઈટલીસ્ટમાંથી ૧૦૦ પુરૂષ અને ૧૦૦ મહિલા સફાઈ કામદારોને રોજમદાર તરીકે નિમણૂક ઓર્ડર અપાયા હતા. આથી ઉપવાસ આંદોલનનો સુખદ અંત આવતા જામનગર જિલ્લા વાલ્મિકી સમાજ મધ્યસ્થ પંચાયતના પ્રમુખ પ્રેમજીભાઈ બાબરીયા અને વિજય બાબરીયાના હસ્તે બંને ઉપવાસીઓને પારણાં કરાવાયા હતા અને તેઓનું હારતોરા કરી સન્માન કરાયું હતું. આમ, રોજમદાર કામદારોને કાયમીના ઓર્ડર મળતા અને ૨૦૦ કામદારોને રોજમદાર તરીકે નિમણૂક ઓર્ડર મળતા સફાઈ કામદારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial