જામનગરઃ માસ્ક અને સેનેટાઈઝરના કાળાબજાર બંધ કરાવવા રજૂઆત

જામનગર તા. ર૬ઃ વિશ્વભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ભારતમાં પણ તેનું સંકટ વધી રહ્યું છે, ત્યારે આ મહામારીથી બચવા માટે માસ્ક તથા સેનેટાઈઝરની માંગ વધી છે. માંગ વધતા કાળાબજારનું પ્રમાણ પણ વધી રહ્યું છે. જેમાં લેભાગુ તત્ત્વો રૃા. ૭ થી રૃા. ૧૦ માં મળતા માસ્કનું રૃા. ર૦ થી રૃા. ૩૦ તથા ૧૦૦ એમએલ સેનેટાઈઝર હેન્ડવોશના રૃા. ર૦૦ થી રૃા. ૩૦૦ વસૂલ કરીને ઉઘાડી લૂટ શરૃ કરી છે. આમ આવા કાળા-બજારીઓઓ સામે કડક પગલાં ભરવા જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ભરત વાળાએ કલેક્ટરને પત્ર પાઠવીને રજૂઆત કરી છે.

close
Nobat Subscription