Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નોકરીમાંથી છૂટા કરી દેવાતા કર્મચારી ઉશ્કેરાયોઃ
જામનગર તા. ૩: જામનગરમાં ખાનગી શીપીંગ કંપનીના સુપરવાઈઝરને ફડાકા ઝીંકી દઈ અને તેની સાથે ઝપાઝપી કરીને ખિસ્સામાંથી રોકડ રકમની લૂંટ ચલાવવામાં આવી હતી. આ અંગે કંપનીના ડ્રાઈવર સામે ફરિયાદ નોંધાઈ છે.
જામનગરમાં દિગ્જામ વુલન મીલ ભક્તિનગર સર્કલ પાસે રહેતા અને નંદવિદ્યાનિકેતન સ્કૂલ પાસે શ્રીજી શીપીંગમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા હનીફ હુસેનભાઈ દલએ ગઈકાલે પોલીસમાં એવી ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ ગઈકાલ તા.રના સવારે સાડા અગિયારેક વાગ્યે ઓફિસમાં હતા ત્યારે પોતાની જ કંપનીના ડ્રાઈવર અજીમ સુમારીયા તેની પાસે આવ્યો હતો અને ઝાપટ મારી ઝપાઝપી કરી હતી તથા ખિસ્સામાંથી રૂ।.૧૨૦૦ની રોકડની લૂંટ ચલાવી હતી.
બે દિવસ પહેલાં પણ ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આથી હનીફ દલની ફરિયાદના આધારે પોલીસે આરોપી અજીમ સુમારીયા સામે ગુન્હો નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે. એક અઠવાડીયા પહેલાં કંપનીમાંથી ર૩ ડ્રાઈવરોને નોકરીમાંથી કાઢી નાખવા હુકમ થયો હતો. જેમાં અજીમ સુમારીયાનું પણ નામ હતું. જે કારણે આ બનાવ બન્યો હતો. આ બનાવની તપાસ પોલીસ ઈન્સ. આર.બી. ઠાકોર ચલાવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial