Advertisement

જામનગરમાં શ્રી સ્થાનકવાસી જૈન મોટા સંઘ ચાંદીબજારના આંગણે વિવિધ મહોત્સવ

ખંભાળીયા તા. ૨૦ઃ શ્રી સ્થાનકવાસી જૈન મોટા સંઘ - ચાંદી - બજાર - જામનગરના નેજા  હેઠળ ગોંડલ સંપ્રદાયના જશ પરિવારના સ્વ. ગુરૃદેવ પૂ. શ્રી પ્રેમમુની મા.સા.ના શિષ્યારત્ન ચારિત્રનિષ્ઠ આગમ અર્કદર્શક બા.બ્ર. ગુરૃદેવ શ્રી રાજેશમુની મા.સા.ના આજ્ઞાનુવર્તિ બા.બ્ર.પ.પૂ. પુષ્પાબાઈ મહાસતીજીના સુશિષ્યા પ.પૂ. અર્પિતાબાઈ મહાસતીજી આદી ઠાણા-૩ તથા પટેલ કોલોની શેરી નં. ૪ માં આવેલ શ્રી સ્થાનકવાસી જૈન હાલારી સંપ્રદાય ઉપાશ્રયમાં બિરાજતા પ.પૂ. કેશવજીમુની મ.સા.ના આશીર્વાદથી દાતા પરિવાર શ્રી જયસુખલાલ મનસુખલાલ વાલજીભાઈ શાહ પરિવાર, હઃ સંઘમાતા હેમલતાબા પરિવાર તરફથી ચાતુમાર્સ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો વધારેમાં વધારે શ્રાવક તથા શ્રાવિકાઓ લાભ લઈ ભાવિ ઉજ્જવળ બનાવે એવો અનુરોધ કરવામાં આવ્યો છે.

તા.૨૩-૭-૨૦૨૧ થી તા. ૧૮-૧૧-૨૧ દરમ્યાન ચાતુર્માસ ધાર્મિક આરાધના મહોત્સવ અંતર્ગત શ્રી જયસુખલાલ મનસુખલાલ વાલજીભાઈ સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, વારીયાનો ડેલો, જામનગરમાં સવારે ૭-૧૫ થી ૮-૧૫ દરમ્યાન ભાઈઓ તથા બહેનો માટે 'જીવન જીવવાની કળા' સવારે ૮-૩૦ થી બપોરે ૧૨-૩૦  દરમ્યાન પાંચ સામાયિક (વ્યાખ્યાન, વાંચણી, જ્ઞાન શિબિર), બપોરે ૧૨-૩૦ કલાકે લોકાગચ્છ જ્ઞાતિની વાડીમાં સાધર્મિક ભક્તિ, બપોરે ૩ થી ૪-૩૦ દરમ્યાન બે સામાયિક (શિબિર) સાંજે ૭-૩૦ થી ૮-૩૦ દરમ્યાન પ્રતિક્રમણ રાત્રે ૮-૩૦ થી ૯ દરમ્યાન ફકત બહેનો માટે સ્તવન૪ પ્રશ્ન ચર્ચા તથા રાત્રે ૯ થી સૂર્યોદય સુધી ફકત બહેનો માટે રાત્રિ સંવરનું આયોજન કરવામાં આવ્યું છે.

દાતા પરિવાર તરફથી એકાસણા-દયાવ્રત તથા નવ સામાયિકનું આયોજન જયસુખલાલ મનસુખલાલ વાલજીભાઈ શાહ સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, વારીઆના ડેલામાં કરવામાં આવેલ છે. જેનો સમય સવારે ૮-૩૦ સુધીમાં પ્રવેશ લઈ બપોરે ૧૨ થી ૧૨-૩૦ સુધીમાં સામાયિક પૂર્ણ થશે. અન્ય ઉપાશ્રયોમાં પાંચ સામાયિક કરવાનો સમય ઉપર પ્રમાણે રહેશે. તેમજ એકાસણા કરનાર તપશ્વીઓએ કોઈપણ નજીકના ઉપાશ્રયે બિરાજતા સંત-સતીજીઓ પાસે પ્રત્યાખ્યાન લેવાના રહેશે. ઉપરોકત ત્રણ તપના તપશ્વીઓએ ૧૨-૩૦ કલાકે લોકાગચ્છની વાડીમાં સાધર્મિક ભક્તિમાં જમવા પધારવા વિનંતી છે. દૂરથી આવતા તપશ્વીઓને દાતા પરિવાર તરફથી વાહન ભાડુ આપવામાં આવશે.

બાળકો માટેના કાર્યક્રમમાં ૨૦ વર્ષ સુધીની ઉંમરના બાળકો તથા બાળાઓ જોડાઈ શકશે. જેમાં દ્રવ્ય તપ, તા. ૨૩-૭-૨૧ થી શરૃ કરાવવામાં આવશે. જે એક માસનું રહેશે. જેમાં પ્રથમ દિવસે એક જ દ્રવ્ય વાપરવાનું. બીજા દિવસે બે દ્રવ્ય વાપરવાના એ રીતે ચડતા ક્રમે દરરોજ એક એક દ્રવ્ય વધારતા-વધારતાં પંદરમે દિવસે પંદર દ્રવ્યો વાપરી શકાશે. પછીના ૧૬ માં દિવસે દ્રવ્ય વાપરી ઉતરતા ક્રમે દરરોજનું એક એક દ્રવ્ય ઓછું કરતા રહેતાં ત્રીસેક દિવસે એક દ્રવ્ય વાપરી શકાશે. આ તપના બાળકોનું બહુમાન દાતા પરિવાર તરફથી કરવામાં આવશે.

શિશુ દર્શન કાર્યક્રમમાં દરરોજ બાળકો તથા બાળાઓએ ઉપાશ્રયે પૂજય સંત-સતીજીઓના દર્શન કરવા આવવાનું રહેશે. ત્રણ વંદના કરી સંત - સતીજીઓના આશીર્વાદ મેળવશે. જેનાથી બાળકોમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન થશે. દાતા પરિવાર તરફથી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવશે.

દાતા પરિવાર તરફથી ચાતુમાર્સ દરમ્યાન કાયમ એકાસણાનું આયોજન હોવાથી શ્રી સમસ્ત સ્થાનકવાસી જૈન ઉપાશ્રયોમાં  બિરાજતા સંત-સતીજીઓના દર્શનાર્થે બહારગામથી પધારતા મમહેમાનો માટે ખાસ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી સમસ્ત સ્થાનકવાસી જૈન ઉપાશ્રયોના ટ્રસ્ટીઓને દાતા પરિવારની ખાસ વિનંતી છે કે પધારેલા મહેમાનોનો લાભ તેમના પરિવારને મળે તેમજ શાસનની તથા શ્રી સંઘની શોભા વધે. તેથી વિનંતી સાથ જણાવવાનું કે જે કોઈ મહેમાન પધારે તેમણે સવારે રાજુભાઈ શાહ (મો. ૯૭૧૨૩ ૭૪૯૩૦) તથા રીટાબેન મેતા (૭૫૬૭૮ ૮૨૭૭૨) ઉપર જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit