Advertisement

જામનગર જિલ્લાની વર્તમાન પૂરની સ્થિતિમાં હાથ ધરાયેલી કામગીરી

જામનગર તા. ૧૪ઃ જામનગર જિલ્લામાં વિવિધ તાલુકામાં ભારે વરસાદને કારણે અનેક લોકો પૂરમાં ફસાયેલા હતાં જેમાં કુલ ૧૬ જેટલા લોકોને એરલિફ્ટ કરીને રેસ્ક્યુ કરવામાં આવેલ છે. તેમજ ભારે વરસાદના કારણે જિલ્લામાં આવેલ કુલ ત્રણ સ્ટેટ હાઈ-વે અને એક નેશનલ હાઈ-વે અસરગ્રસ્ત થતાં વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. જેમાં માળિયા, આમરણ, જાંબુડા સ્ટેટ હાઈ-વે (કેશિયા ગામ પાસે) રાજકોટ-જામનગર સ્ટેટ હાઈ-વે (ધુંવાવ, ખીજડિયા ગામ પાસે) અને માળિયા, આમરણ, જાંબુડા સ્ટેટ હાઈ-વે (ખીરી, બાલાચડી ગામ પાસે) તેમજ જામનગર, કાલાવડ, ધોરાજી નેશનલ હાઈ-વે (વિજરખી ગામ પાસે) અસરગ્રસ્ત થયેલ છે તથા માર્ગ અને મકાન વિભાગ દ્વારા વૈકલ્પિક રસ્તાની આવશ્યક વ્યવસ્થા કરવામાં આવેલ છે. તદુપરાંત જામનગર તાલુકાના જામવંથલી અને ચાવડા ગામ વચ્ચે પાણીમાં ફસાયેલા એક એસ.ટી. મીની બસ અને ધુડશિયા ગામે પાણીમાં ફસાયેલા ૧ એ.ટી. બસને સ્થાનિકો દ્વારા સલામત જગ્યાએ ખસેડી લેવામાં આવ્ય હતાં. હાલમાં ડેમની સ્થિતિ જોવામાં આવે તો જામનગર જિલ્લામાં આવેલ કુલ ૧૭ જળાશયો ઓવરફ્લો થયેલ છે.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit