Advertisement

વર્ષ-૨૦૨૨ માં જૂન મહિના પહેલાં જ પાઠ્યપુસ્તકો મળી જાય તે માટે આયોજન

ખંભાળીયા તા. ૨૫ઃ ગુજરાતમાં ગ્રાન્ટેડ તથા સરકારી શાળાઓમાં પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા વિનામૂલ્યે પાઠ્યપુસ્તકો આપવામાં આવે છે. જેમાં આ વર્ષે ખૂબ વિલંબથી પાઠ્ય પુસ્તકો મળ્યા હતાં. લાંબા સમય સુધી પાઠ્યપુસ્તકો વગર કામગીરી કરવાની ફરજ શિક્ષકોને થતાં વાલીઓ, છાત્રો તથા શિક્ષકોએ વારંવાર રજુઆતો કરી હતી. આ વખતે પાઠ્યપુસ્તક મંડળ દ્વારા એડવાન્સમાં જ વ્યવસ્થા કરીને શાળા ખુલતા પહેલાં જ પુસ્તકો મળી જાય તેવું આયોજન કર્યું છે.

તા. ૨૨-૧૧ થી ૩૦-૧૧ ઈન્ડેન્ટ અંગે સમજ, જાણકારી તા. ૨૯-૧૧ થી ૧૫-૧૨ પાઠ્યપુસ્તકો મેળવવાની કામગીરી તા. ૨૦-૧૨ માહિતી અપૂર્ણ અને ૨૫-૧૨- થી ધો. ૧ થી ૧૨ ના પુસ્તકો શાળા વિકાસ સંકુલમાં મોકલવાની કામગીરી થશે. ૨૨-૪-૨૦૨૨ પહેલા તમામ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે. જેથી જુનમાં શાળા શરૃ થાય ત્યારે પાઠ્યપુસ્તકો શાળા પાસે અગાઉથી જ પહોંચી ગયા હશે.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit