Advertisement

આરંભડામાં જુગારનો દરોડોઃ ત્રણ શખ્સ સહિત આઠ સામે કાર્યવાહી

પાંચ મોબાઈલ સહિત અડધા લાખનો મુદ્દામાલઃ

જામનગર તા. ૨૭ઃ ઓખામંડળના આરંભડામાં શનિવારે રાત્રે જાહેરમાં તીનપત્તી રમતા ત્રણ શખ્સ અને પાંચ મહિલાને પોલીસે ઝડપી લીધા હતા. રોકડ તથા મોબાઈલ મળી અડધા લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

ઓખામંડળના આરંભડા ગામની જય અંબે સોસાયટીમાં શનિવારે રાત્રે જાહેમાં જુગાર રમાતો હોવાની બાતમી પરથી મીઠાપુર પોલીસે દરોડો પાડતા ત્યાંથી પાંચ મહિલા સહિત આઠ વ્યક્તિ ગંજીપાના કૂટતા મળી આવ્યા હતા.

ત્યાંથી બકુલભાઈ ભાનુભાઈ ગોકાણી, ભાવેશ ભૂપેન્દ્રભાઈ રાઠોડ, વિજયભાઈ ચંપકલાલ જટણીયા તથા હેતલબેન હરિશભાઈ દત્તાણી, જયશ્રીબેન કાંતિભાઈ ભુંડીયા, નેહલબેન વિજયભાઈ દત્તાણી, મીનાબેન મથુરદાસ દત્તાણી, નિર્મળાબેન પ્રવીણભાઈ ભુંડીયા નામના આઠ તીનપત્તી રમતા હતા. પોલીસે રૃા. ૫૦,૭૫૦ રોકડા, પાંચ મોબાઈલ કબ્જે કર્યાં છે.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit