મુખ્યમંત્રી રૃપાણી અને આરોગ્યમંત્રી નીતિન પટેલ સુરતમાંઃ કોરોનાને લઈને બેઠક યોજાઈ

સુરત શહેર-જિલ્લામાંથી રોજના ર૦૦ કોરોનાના કેસ આવી રહ્યા છેઃ

સુરત તા. ૪ઃ મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણી આજે સુરતની મુલાકાતે પહોંચ્યા હતાં. તેમની સાથે નાયબ મુખ્યમંત્રી અને રાજ્યના આરોગ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ જોડાયા હતાં. સુરતમાં પહોંચ્યા પછી મનપાના ઉચ્ચ અધિકારીઓ અને ડોક્ટરો સાથે બેઠક યોજી હતી.

કોરોના બેકાબૂ બનતા આરોગ્ય અગ્ર સચિવ પછી આજે મુખ્યમંત્રી વિજય રૃપાણી અને આરોગ્ય મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે સુરતની મુલાકાતે પહોંચ્યા હતાં. સુરત એરપોર્ટથી કલેક્ટર કચેરીમાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને ડોક્ટરો સાથે બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રીની સુરત મુલાકાતને લઈને સુરત એરપોર્ટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અમદાવાદ પછી સુરતમાં પણ કોરોનાના કેસો ચિંતાજનક રીતે વધી રહ્ય છે. ખાસ કરીને વરાછા અને કતાર ગામમાં હીરા એકમોને ખુલી છૂટ આપી દેતા પરિસ્થિતિ પણ ખૂબ જ ગંભીર બની છે. આ સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ હીરા એકમોમાં પાલન થતું ન હોય તેવા કિસ્સા પણ પ્રકાશમાં આવ્યા છે. સુરત શહેરમાં અત્યાર સુધીમાં પ૯૮૭ લોકો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. કુલ રર૦ લોકો જાન ગુમાવી ચૂક્યા છે. જ્યારે ૩૬૩પ લોકો સાજા થઈ ઘરે ગયા છે. હાલ ર૧૧ર લોકો કોરોના સામે જંગ લડી રહ્યા છે. તંત્રની વ્યવસ્થાની વાત કરીએ તો તમામ ખાનગી હોસ્પિટલો મળીને કુલ ર૧૮૬ બેડ છે જેમાંથી ૪૮પ બેડ ફૂલ છે જ્યારે ૧૭૦૧ બેડ ખાલી છે. સિવિલ હોસ્પિટલ અને કોવિડ હોસ્પિટલ મળી કુલ પપ૦ બેડ છે જે પૈકી ૩ર૧ બેડ પર દર્દીઓ છે. સ્મીમેર હોસ્પિટલમાં કુલ ૭પ૭ બેડ છે જેમાંથી પ૮૭ બેડ ફૂલ છે જ્યારે ૧૮૦ બેડ ખાલી છે. છેલ્લા પાંચ દિવસથી તો સુરત શહેર તેમજ જિલ્લા મળી રોજના ર૦૦ થી ઉપર કેસો આવી રહ્યા છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit