Advertisement

ખંભાળિયાઃ વીજ ફોલ્ટ સર્જાતા શહેરમાં પાણી વિતરણમાં વિક્ષેપ

ખંભાળિયા તા. ર૯ઃ ખંભાળિયામાં ઘી ડેમ પાસે પાલિકાના વોટર વર્કસ વિભાગમાં વીજ ફોલ્ટ સર્જાતા વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને પરિણામે અડધા શહેરમાં પાણી વિતરણ શક્ય થઈ શક્યું ન હતું. વોટર વર્કસ વિભાગમાં મોટો વીજ વિક્ષેપ સર્જાય છે ત્યારે પાણી વિતરણ વ્યવસ્થામાં પણ ગાબડું પડી જાય છે. તે બાબતને ધ્યાને લઈને પાલિકા પ્રમુખ સહિતના પદાધિકારીઓએ ચીફ ઓફિસરને જમ્બો જનરેટર સેટ વસાવવાનું આયોજન કરવા સૂચના આપી છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit