અમદાવાદમાં અડધી રાત્રે ઈવીએમ અંગે આશંકા અથવા અફવાએ સર્જી અફડા-તફડી!

કોેંગ્રેસ, આમ આદમી પાર્ટી-એઆઈએમઆઈએનના કાર્યકરોનો ગુજરાત કોલેજ પર હલ્લા બોલ

અમદાવાદ તા. ર૩ઃ ગઈકાલે રાત્રે અમદાવાદની ગુજરાત કોલેજ પાસે કોંગ્રેસ, આપ અને એઆઈએમઆઈએમના કેટલાક ઉમેદવારોએ હલ્લાબોલ કર્યો હતો. અહેવાલો મુજબ અમદાવાદમાં એવી અફવા ફેલાઈ હતી કે ગુજરાત કોલેજમાં આવેલા સ્ટ્રોંગરૃમમાં ઈવીએમ હેરાફેરી થઈ રહી છે. આ હલ્લાબોલની જાણ થતા જ વધારાનો પોલીસ કાફલો દોડી ગયો હતો.

સ્ટ્રોંગરૃમમાં ભાજપવાળા ઈવીએમ સાથે ચેડા કરીને પરિણામો બદલી નાખવા પ્રયાસો કરી રહ્યાં છે, અને શાસક પક્ષના કેટલાક કાર્યકરોએ ઈવીએમની પેટીઓ વાહનમાં નાંખીને ક્યાંક લઈ ગયા છે, તેવી જોરદાર અફવા ફેલાઈ ગઈ હતી. એ પછી વિપક્ષી ઉમેદવારો તથા કાર્યકરોના ટોળા ગુજરાત કોલેજના ગેઈટ પાસે એકત્ર થઈને અંદર જવાનો પ્રયાસ કરવા લાગ્યા હતાં.

આ ઉપરાંત એક વીડિયો વાયરલ થયો છે. જેમાં શંકાસ્પદ બોટલો તથા નશામાં બેઠેલા લોકો દેખાય છે. સોશ્યલ મીડિયા પરથી આ વીડિયો કોણે લાઈવ કર્યો, તે જાણવા મળ્યુ નથી. પરંતુ આમઆદમી પાર્ટીના પ્રવક્તાએ ટ્વીટ કરીને તંત્ર પર કટાક્ષ કર્યો છે કે, ચોર-ચોરી કરે, પોલીસ શું કરી રહી છે...? લોકશાહીને મુખદર્શક ન બનાવો...!"

આ ઘટનાક્રમે ગઈરાત્રે આખા અમદાવાદમાં ભારે ચર્ચા જગાવી હતી. એક તરફ રાજકીય પક્ષોના પ્રવક્તાઓ પરસ્પર આક્ષેપો લગાવી રહ્યાં હતાં. તો બીજી તરફ આ વાત વાયુ વેગે ફેલાઈ હતી. તંત્રો પણ દોડતા થઈ ગયા હતાં અને પોલીસ બંદોબસ્ત વધારી દેવાયો હતો. આ કારણે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.

close
Ank Bandh 26 January
close
PPE Kit