રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે ર૪ લાખથી વધુના વિકાસ કામોનું ખાતમુહૂર્ત

જામનગર તા. ૧૯ઃ જામનગર ઉત્તર વિધાનસભા મત વિસતારના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) દ્વારા વોર્ડ નં. ૧પ મા વિવિધ વિસ્તારોમાં કુલ ર૪.૭૮ લાખના ખર્ચે બનનારા સી.સી. રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

વોર્ડ નં. ૧પમા ગોકુલનગર શેરી નં. ર થી ૭ વચ્ચેની શેરીમાં અંદાજીત રૃપિયા પ.૭૦ લાખના ખર્ચે બનનાર સી.સી. રોડ, ગોકુલનગર શેરી નં. ૭ ના છેડેથી કારાભાઈ મશાલિયાના ઘર પાસેથી વકીલ સંજયભાઈ નંદાણિયના ઘર સુધી અંદાજીત રૃપિયા ૭.૮૦ લાખના ખર્ચે બનનારા સી.સી. રોડ, મારૃતિનગરમાં ખોડિયાર પાનથી દામાભાઈના ઘર સુધી અંદાજીત રૃપિયા પ.૩૮ લાખના ખર્ચે બનનારા સી.સી. રોડ તથા મયુરનગર પાસે  ધનલક્ષ્મી સ્ટોરથી મથુરાનગર સુધી અંદાજીત રૃપિયા પ.૯૦ લાખના ખર્ચે બનનારા સી.સી. રોડનું રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) ના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

ઉપરોક્ત તમામ વિકાસ કાર્યો વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાની ૧૦ ટકા લોકભાગીદારી ગ્રાન્ટમાંથી આકાર થશે.

ખાતમુહૂર્ત પ્રસંગે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સાથે જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન સુભાષભાઈ જોષી, શાસક પક્ષના નેતા દિવ્યેશભાઈ અકબરી, અગ્રણી વિમલભાઈ કગથરા, ગોપાલભાઈ સોરઠિયા, વોર્ડના કોર્પોરેટરો તથા સ્થાનિક અગ્રણીઓ અને નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit