Advertisement

ભત્રીજા સામે કાકીએ કરેલી ચેક પરતની ફરિયાદમાં ભત્રીજાનો અદાલતમાં છૂટકારો

જામનગર તા. ૨૪ઃ જામનગરના એક મહિલાએ પોતાના ભત્રીજા સામે અદાલતમાં ચેકપરતની ફરિયાદ નોંધાવી હતી. તે કેસમાં અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.

જામનગરના માયાબેન ભાસ્કરભાઈ નામના મહિલાએ પોતાના ભત્રીજા જયપાલદાન લહેરીદાન બારોટ સામે રૃા. સાડા ત્રણ લાખના ચેકપરતની ફરિયાદ અદાલતમાં નોંધાવી હતી. તે કેસ ચાલવા પર આવતા ફરિયાદી તથા આરોપી દ્વારા પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા.

આ કેસમાં આરોપીપક્ષે જણાવ્યા મુજબ જે ચેકની નોટીસ આપવામાં આવી છે તે ચેક ફરિયાદમાં રજૂ થયો નથી અને જે ચેક રજૂ થયો છે તેની નોટીસ આપવામાં આવી નથી. તેથી નેગો. ઈન્સ્ટ્રુ. એક્ટ ૧૩૮(બી)નો ભંગ થયો છે. તે ઉપરાંત ફરિયાદીએ આપેલી રકમનો સમર્થનકારી પુરાવો રજૂ થયો નથી. જ્યારે ફરિયાદી ઘરકામ કરતા હોય તેમની કોઈ આવક ન હોય અને ફરિયાદવાળી રકમ કયાંથી આવી? તે સાબિત કરી શકયા ન હોય તેવી દલીલ રજૂ થઈ હતી.

અદાલતે બન્ને પક્ષની દલીલો સાંભળ્યા પછી આરોપી જયપાલદાન બારોટ સામેનો કેસ નાસાબિત માની તેનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ ક્રિપાલસિંહ જાડેજા રોકાયા છે.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit