હાલારમાં અલગ-અલગ જામેલી જુગારની મહેફીલમાં ૧૧ ઝડપાયા

જામનગર તા. ૧૫ઃ જામજોધપુરના કોટડાબાવીસીમાં એક મકાનમાંથી જુગારની મહેફીલ ઝડપાઈ ગઈ છે જ્યારે કાલાવડના ખાનકોટડામાં તીનપત્તી રમતા પાંચ શખ્સ પોલીસની ગીરફતમાં આવ્યા છે.

કાલાવડ તાલુકાના ખાનકોટડા ગામમાં સોમવારની બપોરે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા હરેશભાઈ મગનભાઈ પટેલ, રાજેશભાઈ ધીરુભાઈ મકવાણા, વસરામભાઈ કરણાભાઈ ભરવાડ, ઈમ્તિયાઝ અબ્દુલશા શાહમદાર, નાનજીભાઈ સોમાભાઈ રાઠોડ નામના પાંચ શખ્સની પોલીસે પકડી પટ્ટમાંથી રૃા. ૫૭૦૦ રોકડા કબજે કર્યા છે.

જામજોધપુર તાલુકાના કોટડાબાવીસી ગામમાં ગઈકાલે બપોરે એક મકાનમાં જુગારની મહેફીલ જામી હોવાની બાતમી પરથી જામજોધપુર પોલીસે દરોડો પાડ્યો હતો.

ત્યાં આવેલી ડેડાણીયા ફળીમાં મહેન્દ્રભાઈ તુલસીભાઈ પટેલના મકાનમાં ત્રાટકેલી પોલીસે મહેન્દ્રભાઈને નાલ આપી ત્યાં ગંજીપાના કૂટતા ધીરુભાઈ હંસરાજભાઈ પટેલ, ભરતભાઈ કેશુભાઈ પટેલ, સુરેશભાઈ કાનજીભાઈ પટેલ, જેન્તિભાઈ વસરામભાઈ પટેલ, દીપક છગનભાઈ વેગડ, હેમરાજભાઈ જેરામભાઈ કુંભાર નામના ૬ શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી. પટ્ટમાંથી રૃા. ૧૬,૧૩૦ રોકડા કબજે કરી જુગાર ધારાની કલમ હેઠળ સાતેય સામે ગુન્હો નોંધાયો છે.

close
Ank Bandh
close
PPE Kit