Advertisement

જામનગરની કોવિડ હોસ્પિટલમાં ર૪ કલાકમાં બે મહિલા દર્દીઓના મૃત્યુ

જામનગર શહેરમાં એક પોઝિટિવ કેસઃ ગ્રામ્યમાં એક પણ નહીંઃ

જામનગર તા. ર૪ઃ જામનગરમાં કોરોના વાઈરસ સદંતર નબળો પડતા નવા કેસો હવે નહીંવત્ સંખ્યામાં નોંધાઈ રહ્યા છે, જો કે મૃત્યુનં પ્રમાણ હજુ ચિંતાજનક છે. છેલ્લા ર૪ કલાકમાં વધુ બે દર્દીના મૃત્યુ થયા છે, જ્યારે મ્યુકોરમાઈકોસિસ (ફંગસ) વોર્ડમાં ર૧ દર્દીઓ દાખલ છે. તેમાં કોઈ વધ-ઘટ થવા પામી નથી.

જામનગરમાં હવે કોરોના વિદાય લઈ રહ્યો છે. છેલ્લા લાંબા સમયથી એકાદ-બે કેસ જ નોંધાઈ રહ્યા છે. ગઈકાલે જામનગર શહેરમાં એક પોઝિટિવ કેસ નોંધાયો હતો, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં એક પણ કેસ નોંધાયો ન હતો. ગઈકાલે કોઈ દર્દી કોરોનામુક્ત બન્યા ન હતાં, તેમજ સત્તાવાર કોઈ મૃત્યુ કેસ જાહેર થયો નહતો. પરંતુ મળતી માહિતી મુજબ છેલ્લા ર૪ કલાકમાં બે દર્દીના મૃત્યુ થયા હતાં જેમાં એક દર્દી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૪૯ વર્ષના શોભનાબેન ચભાડિયા અને જામનગરના ૯પ વર્ષિય રાણીબેનનો સમાવેશ થાય છે, જો કે બન્નેના કોવિડ રિપોર્ટ નેગેટીવ મળ્યા હતાં. હાલ કોવિડ વોર્ડમાં ૧૧ દર્દીઓ દાખલ છે.

ફંગસ વોર્ડમાં પણ હાલ રર દર્દીઓ યથાવત્ રીતે દાખલ છે. જે તમામની હાલત સારી છે, જો કે ગઈકાલે બે દર્દીની સર્જરી કરવામાં આવી હતી, પરંતુ નવા કોઈ દર્દી દાખલ થયા નથી.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit