સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ કરતા ચાર પાનની દુકાન સહિત સાત વેપારી સામે કાર્યવાહી

જામનગર તા. ૨૩ઃ જામનગરમાં ગઈકાલે પોલીસે સાત વેપારી સામે સોશ્યલ ડીસ્ટન્સીંગનો ભંગ કરવા અંગે ગુન્હો નોંધ્યો હતો. કાલાવડના નીકાવામાં એક વેપારી પણ કાયદાનો ભંગ કરતા ઝડપાયા છે.

જામનગરમાં લોકડાઉનમાં ગયા મંગળવારથી મુક્તિ આપવામાં આવી છે. જીવન જરૃરિયાતની વસ્તુઓ સિવાયની ચીજવસ્તુ વેચતા વેપારીઓને સવારના ૮ થી બપોરેના ૪ વાગ્યા સુધી વ્યવસાય કરવાની મુક્તિ મળી હોવા છતાં કેટલાક વેપારીઓ તેનો ભંગ કરતા હોય પોલીસે કાર્યવાહી કરવી પડી રહી છે. ગઈકાલે નગરના ત્રણ દરવાજા વિસ્તારમાં આવેલી આર.કે. ટ્રેડર્સ દુકાનમાં સોશ્યલ ડીસ્ટન્સ રાખ્યા વગર ગ્રાહકોને એકઠા કરાયેલા જોવા મળતા પોલીસે દુકાનદાર રાજેશભાઈ જીતેન્દ્રભાઈ દત્તાણી સામે જાહેરનામા ભંગનો ગુન્હો નોંધ્યો છે.

નગરના ખંભાળીયા નાકા વિસ્તારમાં આવેલી બજરંગ પાન નામની દુકાનના સંચાલક નિલેશ કિશોરભાઈ લીલાપરા, ભવાની પાનવાળા અરવિંદભાઈ રતનસીભાઈ ચંદ્રા, સાંઈ પાનવાળા ભગવાનદાસ નારણદાસ નાખવા તથા લેટેસ્ટ પાનવાળા કિશોર વાસુદેવ ગાગંદાણીએ પોતાની દુકાનોમાં સોશ્યલ ડીસ્ટન્સ જાળવ્યું ન હતું. ત્રણ દરવાજા પાસે આર.કે. મસાલા ભંડાર નામની દુકાનવાળા જીતેન્દ્રભાઈ કરશનદાસ લોહાણા તથા કાલાવડ તાલુકાના નિકાવામાં ડીલકસ પાનની દુકાન જીતેન્દ્રભાઈ કરશનભાઈ પટેલે ખોલી ગ્રાહકોનું ટોળું એકઠું કર્યું હતું. રણજીતસાગર રોડ પર સુભાષ ઘેલાભાઈ બાવાજીએ પોતાનું ગેરેજ સમયમર્યાદાનો ભંગ કરી ખુલુ રાખ્યું હતું. નગરના ન્યુ ઈન્દિરા કોલોની વિસ્તારમાંથી નાનજીભાઈ મુળજીભાઈ દલીત, કાસમ મુસા સંધી, હિરેન બાલાભાઈ ચાવડા નામના વ્યક્તિઓ કારણ વગર રખડતા મળી આવ્યા હતાં. તેઓની સામે આઈપીસી ૧૮૮, ૨૭૦, ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫ની કલમ ૫૧ હેઠળ કાર્યવાહી કરી હતી.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit