Advertisement

નિફ્ટી ફયુચર ૨૨૦૦૮ પોઈન્ટ મહત્ત્વની સપાટી...!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો....  બેંક ઓફ જાપાને ૧૭ વર્ષ બાદ નેગેટીવ વ્યાજ દરમાંથી પોઝિટીવ રેટની નીતિ અપનાવતાં વૈશ્વિક બજારોમાં સાવચેતી બાદ ગત સપ્તાહે યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર જાળવી રાખીને ચાલુ વર્ષમાં વ્યાજ દરમાં ત્રણ વખત ઘટાડાની યોજના યથાવત હોવાના સ્પષ્ટ સંકેતે વૈશ્વિક બજારોમાં તેજી સાથે સ્થાનિક સ્તરે પણ સિલેક્ટિવ ખરીદીએ મજબૂતી રહી હતી. ઉપરાંત આજે ફયુચર્સ એન્ડ ઓપ્શન્સમાં માર્ચ વલણના અંત અને નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪નો અંત નજીક હોવાથી અને શેરબજારમાં ૨૮, માર્ચના કેશ સેગ્મેન્ટમાં અંતિમ દિવસ હોવાથી તાજેતરમાં ઘટી ગયેલા અને ફરી આકર્ષક વેલ્યુએશને મળતાં સ્મોલ, મિડ કેપ શેરોમાં ખરીદી કરતાં સેન્ટીમેન્ટ તેજીનું બન્યું હતું.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૦૪%ના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસશ્પી ૫૦૦ ૦.૮૬% અને નેસ્ડેક ૦.૫૧% વધીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૨% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઓટો અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ વધારા સાથે કારોબાર કરી રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૫૭૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૬૪૨ અને વધનારની સંખ્યા ૧૮૨૯ રહી હતી, ૧૦૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા.... મિત્રો, હાલમાં વિશ્વમાં ભારત સૌથી ઝડપથી વિકસતો દેશ બની રહ્યો છે એટલું જ નહીં ચીનના વિકલ્પ તરીકે પણ તે ઊભરી રહ્યો છે. ભારતમાં માત્ર દેશના જ નહીં પરંતુ વિદેશી રોકાણકારોને પણ સારા રોકાણની તકો પૂરી પાડવા સાનુકૂળ નીતિઓની જાહેરાત થતી રહે છે, આમ છતાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના તાજેતરના આંકડા પ્રમાણે દેશમાં એફડીઆઈ મંદ પડી રહ્યાનું જણાય છે. રમકડાં ઉપરાંત જ્વેલરી, કપડા તથા મસીનરી સહિતના અન્ય કેટલાક ઉદ્યોગની નિકાસ કામગીરી સારી જોવા મળી રહી છે છતાં વિદેશી રોકાણકારો ભારતમાં અપેક્ષા પ્રમાણે રોકાણ કરતા નહીં હોવાનું પ્રાપ્ત આંકડા સૂચવે છે. વેપાર માટે સાનુકૂળ એવી ટેકસ પદ્ધતિ ઊભી  કરવાના પ્રયાસો છતાં, ટેકસ જવાબદારીઓ સંબંધિત અનિશ્ચિતતા ચાલુ છે.

વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ૧૦ મહિનામાં ભારતનો નેટ એફડીઆઈ ઈન્ફલોઝ ૩૮.૪૦% ઘટી માત્ર ૧૫.૪૦ અબજ ડોલર રહ્યો છે. ૨૫.૫૩ અબજ ડોલરના એફડીઆઈ ઈન્ફલોઝ સામે ૧૦.૧૧ અબજ ડોલરનો આઉટફલોઝ જોવા મળ્યો છે. ગયા નાણાં વર્ષના આ ગાળામાં આ આંક અનુક્રમે ૩૬.૭૫ અબજ ડોલર અને ૧૧.૭૫ અબજ ડોલર રહ્યો હતો. યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન સાથે ભારતે હાલમાં જ ટ્રેડ એન્ડ ઈકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ કર્યા છે. વેપાર ખાધની સમશ્યાનો સામનો કરી રહેલા ભારતે આ કરાર મારફત આગામી પંદર વર્ષમાં ૧૦૦ અબજ ડોલરનું ઈન્વેસ્ટમેન્ટ આવે તેની તકેદારી લીધી છે. તાજેતરના સમયમાં યુનાઈટેડ આરબ એમિરેટસ તથા ઓસ્ટ્રેલિયા બાદ ભારતનો આ ત્રીજો મોટો મુકત વેપાર કરાર છે. જો કે દેશના જીડીપીની સરખામણીએ નેટ એફડીઆઈનો આંક નીચો જોવા મળી રહ્યો છે.

એમસીએક્સ ગોલ્ડઃ- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે અપ્રિલ ગોલ્ડ રૂ. ૬૬૧૯૮ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ. ૬૬૧૯૮ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ. ૬૬૧૦૦ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૯ પોઈન્ટના ઘટાડા સાથે રૂ. ૬૬૧૦૫ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

એમસીએક્સ સિલ્વરઃ- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે મે સિલ્વર રૂ. ૭૪૪૮૭ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ. ૭૪૪૯૩ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ. ૭૪૩૯૩ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૨૦ પોઈન્ટના ઘટાડા સાથે ૭૪૩૯૮ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

એસબીઆઈ લાઈફ (૧૪૮૭)ઃ- એસબીઆઈ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ. ૧૪૬૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ. ૧૪૩૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ. ૧૫૦૩ થી રૂ. ૧૫૧૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ. ૧૫૨૦ ઉપર તેજી તરફી ધ્યાન...!!

ભારતી એરટેલ (૧૨૨૩)ઃ- ટેકનિકલ ચાર્ટ મુજબ રૂ. ૧૨૦૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ. ૧૧૮૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ. ૧૨૩૭ થી રૂ. ૧૨૪૪ ભાવ નોંધાવે તેવી સંભાવના છે...!!

આઈસીઆઈસીઆઈ બેન્ક (૧૦૮૮)ઃ- રૂ. ૧૦૬૪ નો પ્રથમ તેમજ રૂ. ૧૦૫૫ બીજા સપોર્ટથી પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ. ૧૦૯૭ થી રૂ. ૧૧૦૮ સુધીની તેજી તરફી રુખ નોધાવશે...!!

ગ્લેનમાર્ક ફાર્મા (૯૬૦)ઃ- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ. ૯૭૪ થી રૂ. ૯૮૦ ના ભાવની સંભાવના ધરાવે છે!! અંદાજીત રૂ. ૯૪૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો...!!!

એસબીઆઈ કાર્ડ્સ (૬૯૩)ઃ- રૂ. ૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ. ૬૮૦ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક નોન બેંકિંગ ફાયનાન્સિયલ કંપની સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ. ૭૦૩ થી રૂ. ૭૧૩ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ...!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh