ગ્રાહકોની ભીડ જમાવનાર દુકાનદાર મહિલાના પતિએ પોલીસની ફરજમાં રૃકાવટ કર્યાની રાવ

જામનગર તા.૧૬ઃ જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં આવેલી એક પ્રોવિઝન સ્ટોરમાં ગ્રાહકોની જામેલી ભીડ વીખેરી દુકાનના મહિલા સંચાલક સામે ગુન્હો નોંધવાની તજવીજ કરતા તેણીના પતિએ પોલીસની ફરજમાં રૃકાવટ કરી હતી. પોલીસે પતિ-પત્ની બન્ને સામે ગુન્હા નોંધ્યા છે.

જામનગરના પવનચક્કી વિસ્તારથી જોલી બંગલા તરફના માર્ગ પર આવેલી દિગ્વિજય પ્લોટની શેરી નં. ૪૨ પાસે શ્રીમદ જનરલ સ્ટોર નામની દુકાનમાં ગઈકાલે સાંજે ગ્રાહકોની ભીડ જોવા મળતા દિગ્વિજય પ્લોટ પોલીસ ચોકીના સ્ટાફે તે દુકાનના સંચાલક માનસીબેન સુમીતભાઈ હરખાણી (ઉ.વ. ૩૫) સામે આઈપીસી ૧૮૮ તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ ૫૧ (બી) હેઠળ ગુન્હો નોંધ્યો છે. પોલીસની ઉપરોક્ત કાર્યવાહી દરમ્યાન માનસીબેનને જ્યારે દિગ્વિજય પ્લોટ પોલીસ ચોકીએ લઈ જવાની તજવીજ કરાતી હતી ત્યારે તેમના પતિ સુમીત મહેન્દ્રભાઈ હરખાણી દોડી આવ્યા હતાં. તેઓએ પોલીસની કાર્યવાહીમાં અડચણ ઊભી કરી ફરજમાં રૃકાવટ કરતા હે.કો. જીતુભાઈ સોચાએ ખુદ ફરિયાદી બની સુમીત હરખાણી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તેઓની સામે પણ આઈપીસી ૧૮૬ હેઠળ કાર્યવાહી કરી હતી. પીએસઆઈ વી.કે. રાતીયાએ તપાસ શરૃ કરી છે.

close
Ank Bandh
close
PPE Kit