| | |

રાવલ કેળવણી મંડળને હાઈસ્કૂલના પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા રૃા. એક લાખનું દાન

રાવલ તા. ૧૦ઃ રાવલની એચ.જી.એલ. હાઈસ્કૂલના બે પૂર્વ વિદ્યાર્થીઓએ 'નોબત'માં આ પહેલા પ્રસિદ્ધ થયેલા અહેવાલોમાંથી પ્રેરણા લઈને કેળવણી મંડળને રૃપિયા એક લાખનું દાન આપીને ઋણ અદા કર્યું છે.

રાવલ કેળવણી મંડળ સંચાલિત એચ.જી.એલ. હાઈસ્કૂલના પૂર્વ વિદ્યાર્થી બરકતઅલી હસનઅલી પોપટિયા તથા મહેબુબઅલી હસનઅલી પોપટિયાએ તેમના પિતા હસનઅલી સુંદરજી પોપટિયાના સ્મરણાર્થે રૃપિયા એક લાખનું અનુદાન શ્રી રાવલ કેળવણી મંડળને અર્પણ કરી  એચ.જી.એલ. હાઈસ્કૂલ તથા જી.જી. પ્રાથમિક શાળાના બિલ્ડીંગમાં વિવિધ સુવિધાઓ ઊભી કરી આપી છે. બન્ને પુત્રો તથા તેમના પિતા પણ આ શાળાના પૂર્વ વિદ્યાર્થી હતાં. આ બન્ને પુત્રોએ તેમના પિતાશ્રી તથા તેમનું શાળા પ્રત્યેનું ઋણ અદા કર્યું હતું. જેને મંડળના પ્રમુખ પાસાભાઈ હાથીએ આવકાર્યા હતાં. આ પહેલા એચ.જી.એલ. હાઈસ્કૂલના શિક્ષક શ્રી દિલીપભાઈ સવજાણીના પુત્ર ડો. દિવ્યેશ સવજાણીએ  શાળાને અનુદાન આપી ઋણ અદા કર્યાની માહિતી 'નોબત'માં પ્રસિદ્ધ થયેલ, તેનાથી પ્રેરણા લઈ અન્ય પૂર્વ વિદ્યાર્થીઓ પણ અનુદાન આપવા આગળ આવ્યા હતાં.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit