Advertisement

ભાણવડના કલ્યાણપરમાં ઘરમાં રમાડાતો જુગાર પકડાયોઃ પાંચની અટકાયત કરાઈ

ગુંદામાં જાહેરમાં જુગાર કૂટતા છ શખ્સ ઝબ્બેઃ

જામનગર તા. ૨૯ઃ ભાણવડના કલ્યાણપર ગામમાં ગઈકાલે દ્વારકા એલસીબીએ એક મકાનમાં ધમધમતો જુગારનો અખાડો પકડી પાડયો હતો. ત્યાંથી પાંચ પન્ટર ગંજીપાના કૂટતાં ઝડપાયા હતા. જ્યારે ભાણવડના ગુંદા ગામમાં તીનપત્તી રમતાં છને પકડી પાડવામાં આવ્યા છે. બન્ને સ્થળેથી કુલ રૃા. એકાદ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો છે.

ભાણવડ તાલુકાના કલ્યાણપર ગામમાં એક મકાનમાં ગઈકાલે બપોરે જુગાર રમાઈ રહયો હોવાની બાતમી પરથી દેવભૂમિ દ્વારકા એલસીબીના સ્ટાફે ત્યાં આવેલા નુંધાભાઈ દેવાભાઈ કરમુર ઉર્ફે નોંધુ આહિરના મકાનમાં દરોડો પાડયો હતો.

તે મકાનમાં નુંધાભાઈને નાલ આપી ગંજીપાના વડે જુગાર રમતાં ગોવાભાઈ મારખીભાઈ ભાટુ, કેશુભાઈ લખમણભાઈ કરમુર ઉર્ફે કિશોરભાઈ, કરશનભાઈ હમીરભાઈ ભોચીયા, માલદેભાઈ અરજણભાઈ ભોચીયા નામના ચાર શખ્સ મળી આવ્યા હતા. એલસીબીએ પટમાંથી રૃા. ૧૫,૧૯૦ રોકડા, ચારા મોબાઈલ, ત્રણ મોટર સાયકલ મળી કુલ રૃા. ૯૨,૬૯૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પાંચેય સામે ભાણવડ પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાની કલમ ૪ અને પ હેઠળ ગુન્હો નોંધાવાયો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ગુંદા ગામમાં ગઈકાલે બપોરે જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમતાં ચંદુભાઈ વીરજીભાઈ પરમાર, ચનાભાઈ દેવાભાઈ પરમાર, રમેશ દેવશીભાઈ પરમાર, રમેશ ઉર્ફે હસુ ધાણક, રમેશ બાબુભાઈ ભટ્ટી તથા નરેન્દ્ર કાનજીભાઈ ખુંટી ઉર્ફે ભોપો નામના છ શખ્સને પોલીસે પકડી લઈ રૃા. ૧૧,૦૮૦ કબ્જે કર્યાં છે. તમામ સામે જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુન્હો નોંધાયો છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit