ખંભાળિયા તા. ૧૩ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાની ગતિ અતિ મંદ પડી ગઈ છે. ગઈકાલે એક દિવસ દરમિયાન જિલ્લામાં કોરોનાના માત્ર બે જ નવા કેસ નોંધાયા હતાં. ભાણવડ અને દ્વારકામાં એક એક કેસ સામે આવ્યા છે. હવે જિલ્લામાં માત્ર ૩૦ એક્ટિવ કેસ છે અને તેમાં ૧પ દર્દી સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, બાકીના ૧પ હોમ આઈસોલેશનમાં છે.