ખંભાળિયાઃ 'જય હો' ટીમ દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ

ખંભાળિયા તા. ર૬ઃ ખંભાળિયામાં હાર્દિકભાઈ મોટાણી પ્રેરિત 'જય હો' ટીમ દ્વારા સરકારી હોસ્પિટલમાં રવિભાઈ ગોકાણીના સહકારથી આયુર્વેદિક ઉકાળાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શહેરમાં લોહાણા અગ્રણી નટુભાઈ ગણાત્રાની પ્રેરણાથી રવિભાઈ સોઢા, મયુરભાઈ કારિયા, સુભાષભાઈ પોપટ દ્વારા છેલ્લા છ દિવસથી ગુગળી ચકલામાં વિનામૂલ્યે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત પશુઓ, ગાયોને ઘાંસચારો, કૂતરાને રોટલી-બિસ્કિટ, પક્ષીઓને ચણ નાખવામાં આવી રહ્યું છે.

close
Nobat Subscription