જામજોધપુરમાં દેશીદારૃનો ધંધો ફરીથી ફૂલ્યો-ફાલ્યો

જામજોધપુર તા. ૨૩ઃ જામજોધપુરમાં લોકડાઉનમાં રાહત મળતા જ દેશીદારૃનો વેપાર ફરીથી પૂરજોશમાં શરૃ થયો છે. પોલીસ ડિલીવરી મેનોને પકડવામાં પાછીપાની કરી રહી છે.

જામજોધપુરમાં લોકડાઉન દરમ્યાન રાજકોટ રેન્જના આઈજીની આરઆર સેલએ ત્રાટકી દેશીદારૃનો અડ્ડો પકડી પાડ્યો હતો. તે પછી જામ જોધપુરમાં દેશી દારૃનો વ્યાપાર મંદ પડી ગયો હતો પરંતુ લોકડાઉનમાં મુક્તિ મળતા ફરીથી આ ધંધો ફૂલ્યો ફાલ્યો છે.

હાલમાં જામજોધપુર શહેરમાં દેશીદારૃની ડિલીવરી બેફામપણે થઈ રહી છે ત્યારે તેઓને પકડવામાં પોલીસ કેમ ક્ષોભ અનુભવી રહી છે તેમ નાગરિકોમાં ચર્ચાઈ રહ્યું છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit