શ્રી શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશન દ્વારા ઓનલાઈન 'બાલ શિબિર'

જામનગર તા. ૨૩ઃ લોકડાઉન દરમ્યાન ઘરમાં રહીને કંટાળેલા બાળકોનો સ્વભાવ ચીડીયો, ગુસ્સાવાળો થઈ રહ્યો છે ત્યારે બાળકોને સારી પ્રવૃત્તિ તરફ વાળવાના ઉદ્દેશ્યથી સમર્પણ ધ્યાનયોગના પ્રણેતા પૂજ્ય શ્રી શિવકૃપાનંદ સ્વામીજીની પ્રેરણાથી શ્રી શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશન દ્વારા તા. ૨૪ મે ને રવિવારે સવારે ૯ કલાકે પરમ પૂજ્ય ગુરૃમાની સરળ અને ચૈતન્ય સભર વાણીમાં તેમના પ્રવચનનું યુ ટ્યુબ પર 'જરૈદૃાિેૅટ્ઠહટ્ઠહઙ્ઘ ર્કેહઙ્ઘટ્ઠંર્ૈહ'  ચેનલ પરથી જીવંત પ્રસારણ કરવામાં આવશે. પૂજ્ય ગુરૃમા સદ્દગુરૃ શ્રી શિવકૃપાનંદ સ્વામીજીના ધર્મપત્ની અને પ્રથમ શિષ્યા છે. તેઓ શિક્ષિકા રહી ચૂક્યાં છે તેથી બાળકોની મનોસ્થિતિ ખૂબ સારી રીતે જાણે છે. બાળકોને લાડ લડાવતાં, સરળ ભાષામાં તેઓ બાળકોને જીવનના અમૂલ્ય  પાઠ શીખવે છે. હાલમાં જે લોકડાઉનની પરિસ્થિતિમાં ગુરૃમા દ્વારા 'બાલ કથા સાગર'ના ૧ થી ૧૭ ભાગોનું યુ-ટ્યુબ પર પ્રસારણ કરવામાં આવ્યું, જેનો પણ બાળકોએ ભરપૂર લાભ લીધો હતો.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit