Advertisement

સોના-ચાંદી ઉપર ત્રણ ટકાના બદલે પાંચ ટકા જીએસટી લાદવાની તૈયારી

કાપડ પર જીએસટીના દરમાં ફેરફાર કરાયા પછી

નવી દિલ્હી તા. રપઃ કાપડ પર જીએસટીના દરમાં ફેરફાર કરવામાં આવ્યા પછી આગામી દિવસોમાં સોના-ચાંદી પર જીએસટીના દરમાં વધારો કરવામાં આવે તેવી શક્યતા છે. તેના કારણે સોના-ચાંદીના વેપારીઓમાં ઉચાટ જોવા મળી રહ્યો છે, કારણ કે હાલમાં સોના-ચાંદી પર ત્રણ ટકા જ જીએસટી વસૂલાત કરવામાં આવે છે. તેના પર સીધો બે ટકા વધારો થતા સીધુ ભારણ ગ્રાહકો પર આવવાનું છે.

જીએસટી લાગુ કરતી વખતે નક્કી કરવામાં આવેલ આવક હાલમાં કેન્દ્ર અને રાજ્ય સરકારને થઈ રહી નહીં હોવાના કારણે જ કાપડ પર ૧ર ટકા જીએસટી લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. તેમજ આગામી દિવસોમાં અન્ય ચીજવસ્તુઓના દરમાં પણ ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા ઊભી થઈ છે. આ જ કરણોસર સોના-ચાંદી પર હાલમાં વસૂલ કરવામાં આવતો ત્રણ ટકા જીએસટીના બદલે પાંચ ટકા વસૂલ કરવામાં આવે તેવી ક્યતા ઊભી થઈ છે. આ જ કારણોસર સોના-ચાંદી પર હાલમાં વસૂલ કરવામાં આવતો ત્રણ ટકા જીએસટીના બદલે પાંચ ટકા વસૂલ કરવામાં આવે તે માટેની કવાયત હાથ ધરવામાં આવી તેના કારણે સૌથી વધુ મુશ્કેલી ગ્રાહકો પર આવીને ઊભી રહેવાની છે.

સોનાના ભાવ જ્યારે ૧૦ હજાર હતો અને હાલમાં પ૦ હજારની આસપાસ હોવા છતાં ગ્રાહકોએ તેની ખરીદી કરવામાં ઘટાડો કર્યો નથી. આ માટેનું કારણ એવું છે કે, સોના-ચાંદીના દાગીના ખરીદવા અને પહેરવા તે લક્ઝરી ગણવામાં આવતો હોય છે તેમજ એકાદ બે ટકા ટેક્સનો વધારો કરવામાં આવે તો તેની ગણતરી ગ્રાહક કરતા નથી. અગાઉ ૧ર ટકા ટેક્સ હતો તેમાં ઘટાડો કરીને સાત ટકા કરવામાં આવ્યો ત્યારે પણ સોના-ચાંદીની જ્વેલીરીના ભાવમાં કોઈ તફાવત જોવા મળ્યો નથી. તેના લીધે જાણકારો એવું કહી રહ્યા છે. ગ્રાહકો પર બોજો આવશે, પરંતુ ખરીદી કરવામાં ઝાઝો તફાવત જોવા મળશે નહીં.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit