દેશમાં કોરોનાના કેસ પ૦ લાખને પારઃ ૮ર હજારથી વધુ મૃત્યુઃ ૨૪ કલાકમાં ૯૧ હજાર દર્દી

આ ટ્રેન્ડ રહેશે તો નવેમ્બર સુધીમાં આંકડો એક કરોડને આંબી જશેઃ

નવી દિલ્હી તા. ૧૬ઃ દેશમાં કોરોનાના કેસનો આંકડો પ૦ લાખને વટાવી ગયો છે, અને ર૪ કલાકમાં ૯૧ હજારથી વધુ નવા દર્દીઓ નોંધાયા છે. અત્યાર સુધી ૮ર હજારથી વધુ લોકોનો કોરોનાએ જીવ લીધો છે.

દેશમાં કોરોનાના કેસનો આંકડો પ૦ લાખને ઓળંગી ગયો છે. રોજ ૮પ થી ૯૬ હજારની વચ્ચે દર્દીઓ પ્રકાશમાં આવી રહ્યા છે. જો આ જ ટ્રેન્ડ રહ્યો તો નવેમ્બર સુધીમાં એક કરોડ કેસ થઈ જશે. ગત્ સપ્તાહ પર નજર કરીએ તો વિશ્વમાં સૌથી વધુ કેસ ભારતમાં પ્રકાશમાં આવ્યા છે. વિશ્વના ત્રણ સૌથી વધુ પ્રભાવિત દેશ અમેરિકા, ભારત અને બ્રાઝિલના ૯ થી ૧પ સપ્ટેમ્બર સુધીના આંકડાઓ પર નજર કરીએ તો આ દરમિયાન દેશમાં પ લાખ પપ હજાર ૩૮ કેસ પ્રકાશમાં આવ્યા છે, જ્યારે અમેરિકામાં ર લાખ ર૭ હજાર પપ અને બ્રાઝિલમાં ૧ લાખ ૮૪ હજાર ૯૭૭ પોઝિટિવ કેસ મળ્યા છે.

આ દરમિયાન સમગ્ર વિશ્વમાં ૧૯ લાખ પ૩ હજાર ૬૦ર સંક્રમિત મળ્યા છે. દેશમાં કોરોનાના દર્દીઓનો આંકડો મંગળવારે પ૦ લાખને વટાવી ગયો છે. અત્યાર સુધીમાં પ૦ લાખ ૧૯ હજાર ૩૪ લોકો સંક્રમિત છે. છેલ્લા ર૪ કલાકની અંદર ૯૧ હજાર ૯૬ નવા દર્દીઓ વધ્યા છે.

કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે તેના આંકડાઓ જાહેર કર્યા છે. એ મુજબ મંગળવારે ૯૦ હજાર ૧ર૩ દર્દી વધ્યા અને ૧ર૯૦ લોકોના મોત થયા. તેની સાથે જ દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા પ૦ લાખ ર૦ હજાર ૩૬૦ થઈ છે. એમાંથી ૩૯ લાખ ૪ર હજાર ૩૬૧ દર્દી સાજા થયા છે. ૯ લાખ ૯પ હજાર ૯૩૩ એક્ટિવ દર્દી છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ ૮ર હજાર ૬૬ લોકોએ જીવ ગુમાવ્યો છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) એ બુધવારે જણાવ્યું હતું કે, ૧પ સપ્ટેમ્બરે ૧૧ લાખ ૧૬ હજાર ૮૪ર ટેસ્ટ કરવામાં આવ્યા. અત્યાર સુધીમાં પ કરોડ ૯૪ લાખ ર૯ હજાર ૧૧પ સેમ્પલની તપાસ કરવામાં આવી છે.

પૂણેના સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાને ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને અસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સિનના ટ્રાયલની પરવાનગી મળી ગઈ છે. ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજેઆઈ) એ મંગળવારે રાતે આ મંજુરી આપી. બ્રિટનમાં આ વેક્સિનના ટ્રાયલમાં સામેલ વ્યક્તિની તબિયત ખરાબ થયા પછી ટ્રાયલને રોકવામાં આવી હતી. હવે અહીં ટ્રાયલ ફરીથી શરૃ થઈ છે. આ ઘટના પછી ભારતમાં ડ્રગ કન્ટ્રોલરે ૧૧ સપ્ટેમ્બરે ટ્રાયલને રોકી દીધી હતી.

close
Ank Bandh
close
PPE Kit