સિક્કામાંથી ઝડપાઈ વાહનચોર ટોળકીઃ ટ્રક-બાઈકની સાત ચોરીનો ભેદ ઉકેલાયોઃ પોણા લાખનો મુદ્દામાલ

વાડીનાર તા. ૩ઃ જામનગરના સિક્કામાંથી પોલીસે ગઈકાલે એક શખ્સને અટકાયતમાં લઈ પુછપરછ કરતા તેણે પોતાના બે સાગરીત સાથે મળી બાઈક ચોરી તથા ટ્રક ચોરી કર્યાની કબુલાત આપી છે. પોલીસે રૃા. પોણા લાખનો મુદ્દામાલ કબજે કરી આ ટોળકીને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે.

જામનગર તાલુકાના સિક્કા તેમજ આજુબાજુમાં આવેલા ગામોમાં થયેલી કેટલીક ચોરીઓની તપાસ સિક્કા પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી હતી. તે દરમ્યાન ગઈકાલે સ્ટાફના એચ.યુ. જાડેજા તેમજ જે.બી. જાડેજાને મળેલી બાતમીના આધારે મૂળ ખંભાળીયા તાલુકાના વાડીનાર ગામના વતની અને હાલમાં સિક્કામાં રહેતા ફિરોઝ અનવર સુંભણીયા નામના શખ્સને અટકાયતમાં લેવામાં આવ્યો હતો.

પોલીસે આ શખ્સને પોલીસ મથકે ખસેડી પુછપરછ કરતા તેણે સીલ્વર રંગનું એક હીરો મોટરસાયકલ, એક કાળા કલરનું મોટરસાયકલ તે ઉપરાંત અન્ય બે બાઈક અને એકે ચેસીસ, મોટરસાયકલની ત્રણ ટાંકી, ચાર મેગ વ્હીલ, ચાર જમ્પર, ચાર પંખા તથા મોટરસાયકલની એક સીટ કાઢી આપી તે તમામ મુદ્દામાલ ચોરાઉ હોવાની કબુલાત આપી છે. આ શખ્સે પોતાના સાગરીત ભરાણા ગામના ઈમરાન દાઉદ ખેર સાથે મળી રિલાયન્સ કંપનીના ગેઈટ પાસેથી પણ બે વાહન ઉઠાવ્યાની કબુલાત આપી છે. તે ઉપરાંત સિક્કાના હુસેન જાફર કકલ, અકબર કાસમ સુંભણીયા સાથે મળી જીજે-૧૦-ઝેડ-૯૬૮૩ નંબરનો ટ્રક સિક્કામાંથી ચોર્યાની કબુલાત કરી છે. તે ઉપરાંત લાલપુરના ડેરાછીકારીમાંથી ગયા વર્ષે જીજે-૧૩-યુ-૮૪૫૩ નંબરનું મેટાડોર, એકાદ વર્ષ પહેલાં મોટી ખાવડી પાસેથી જુની ટ્રક પણ ચોરી કરી તમામ વાહનોમાંથી નીકળેલો ભંગાર ધોરાજીના સરફરાઝ ગુલામ હુસેન પંજાને વેચી નાખ્યાની પણ કબુલાત આપી છે. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે. આ કાર્યવાહી પીએસઆઈ કે.આર. સીસોદીયાના વડપણ હેઠળ હે.કો. પી.જી. જાડેજા, યુ.પી. ગોહિલ અને સ્ટાફે કરી હતી. વી ગેરકાયદે પ્રવૃત્તિ ધમધમી રહી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit