હાલારમાં આકરો તાપ યથાવત્ઃ મહત્તમ તાપમાન ૩૮.૬ ડીગ્રી

જામનગર તા. ર૩ઃ જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન અડધા ડીગ્રીથી વધુના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૮.૬ ડીગ્રી નોંધાયું હતું. બપોરે આકરો તાપ યથાવત્ રહેતા જનતાને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

જામનગરમાં સવારે સૂર્યદેવતા ઉદીત થતાની સાથે જ વાતાવરણમાં ગરમી પ્રસરવા લાગે છે. બપોરના સમયે તેમાં વધુ વધારો થાય છે. નગરમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન અડધા ડીગ્રીથી વધુના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૮.૬ ડીગ્રી જ્યારે એક ડીગ્રીના વધારા સાથે લઘુત્તમ તાપમાન રપ.પ ડીગ્રી નોંધાયું હતું. જામનગરમાં આકરો તાપ યથાવત્ રહેતા ખાસ કરીને બપોરના સમયે જનતાને હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ સાંજના સમયે ઠંડા વાયરાઓના કારણે ગરમીમાંથી રાહત પણ મળી હતી.

જામનગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮ર ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૪૦ થી ૪પ કિ.મી.ની રહેવા પામી હતી.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit