| | |

ચેલા કન્યા શાળામાં વિવિધ કાર્યક્રમો

જામનગર તા. ૧૦ઃ જાયન્ટ્સ ગ્રુપ ઓફ જનસેવા દરેડ દ્વારા જાયન્ટ્સ વીકની ઉજવણી અંતર્ગત ચેલા કન્યા શાળામાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં. જેમાં નિબંધ સ્પર્ધા, સુલેશખ સ્પર્ધા, મહેંદી હરિફાઈ, વાનગી હરિફાઈ, જેવી હરિફાઈઓ યોજવામાં આવી હતી. વિજેતા વિદ્યાર્થીઓને ઈનામ આપવામાં આવ્યા હતાં.

સાથે સાથે પાંચ જરૃરિયાતમંદ બાળાઓને નોટબુકના સેટ આપવામાં આવ્યા હતાં તેમજ સ્પોર્ટસના સાધનો, જનરલ નોલેજના પુસ્તકો, સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ડસ્ટબીનોનું, બેટી બચાવો અભિયાન અંતર્ગત જે વ્યક્તિને ફક્ત દીકરીઓ જ હોય તેવા વાલીઓનું સન્માન પત્ર અને સ્મૃતિભેટ આપી સન્માન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં જાયન્ટ્સ ગ્રુપ જનસેવાના પ્રમુખ નિશાબેન પુંજાણી, એન.સી.એફ. સભ્ય જયદેવભાઈ ભટ્ટ, ડી.એ. રેહાનાબેન ઝવેરી ઉપસ્થિત રહ્યા હતાં.

શાળાના આચાર્ય નિતાબેન બી. પટેલ, બુદ્ધભટ્ટી, અનિલાબેન એમ. વિરાણી, અનિતાબેન, એફ. મારવિયા, રંજનબેન પી.નો સારો સહકાર આ કાર્યમાં મળ્યો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રોજેક્ટ ચેરમેન સંજયભાઈ બ્રહ્માણીએ જહેમત ઊઠાવી હતી.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit