Advertisement

ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ત્રણ વર્ષમાં ૪.૭૫ લાખ મકાનોનું નિર્માણઃ રાજ્યને રૃા. ૯૦૩૪ કરોડની સહાય

સાંસદ ૫રિમલભાઈ નથવાણીના પ્રશ્નનો રાજ્યસભામાં મંત્રી દ્વારા પ્રત્યુત્તર અપાયોઃ

જામનગર તા. ૨૯ઃ ગુજરાતમાં ત્રણ વર્ષમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૪.૭૫ લાખ મકાનોનું નિર્માણ થયું છે. આ યોજના હેઠળ રાજ્ય માટે કુલ રૃા. ૯૦૩૪.૧૭ કરોડ કેન્દ્રીય સહાય આપવામાં આવી છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીના સવાલના જવાબમાં રાજ્યકક્ષાના આવાસ અને શહેરી બાબતોના મંત્રીએ આ માહિતી આપી હતી.

વર્ષ ૨૦૧૮-'૧૯થી છેલ્લાં ત્રણ વર્ષ દરમ્યાન પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન અંતર્ગત ગુજરાતમાં ઝુંપડપટ્ટીઓમાં રહેનારા લોકો માટે કુલ રૃા. ૪,૭૫,૩૬૬ લો-કોસ્ટ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે રાજ્યમાં ઝુંપડપટ્ટીઓમાં રહેનારા લોકોના આવાસ નિર્માણ માટે કુલ રૃા. ૯૦૩૪.૧૭ કરોડની સહાય પૂરી પાડી છે.

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા સવાલના પ્રત્યુત્તરમાં આવાસ અને શહેરી બાબતોના મંત્રી કૌશલ કિશોરે આ માહિતી ૨૮ જુલાઈ, ૨૦૨૧ના રોજ રાજ્યસભામાં આપી હતી. કેન્દ્રીય મંત્રીના નિવેદન મુજબ, દેશમાં અંદાજે ૩૩૫૧૦ ઝૂંપડપટટ્ટીઓ આવેલી છે અને વર્ષ ૨૦૨૧માં થયેલી વસ્તી ગણતરી મુજવબ ૬,૫૪,૯૪,૬૦૪ જેટલી વસ્તી ઝૂંપડપટ્ટીઓમાં રહે છે.

નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ (એનએસએસઓ)ના ૬૯મા રાઉન્ડ મુજબ, ગુજરાત રાજ્યમાં ૨,૯૨૩ ઝુંપડપટ્ટી વિસ્તારો આવેલા છે. જેમાં ૧૬,૮૦,૦૯૫ જેટલા લોકો રહે છે.

પરિમલ નથવાણી જાણવા માગતા હતા કે, દેશમાં કેટલા સ્લમ વિસ્તારો છે? અને તેમાં કેટલાં લોકો આશરેા લઈ રહ્યા છે અન કેન્દ્ર સરકાર દ્વરા ઝૂં૫ડપટ્ટીઓમાં રહેનારા લોકો માટે ઓછા ખર્ચે તૈયાર થયેલા આવાસો માટે કેટલી નાણાકીય ફાળવણી કરવામાં આવી છે તથા છેલ્લાં ત્રણ વર્ષમાં તેમના માટે કેટલા આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે.

કેન્દ્ર સરકારે વિવિધ રાજ્યોને છેલ્લાં ત્રણ વર્ષમાં કુલ રૃા. ૭૧,૪૪૫.૭૯ કરોડની સહાય પૂરી પાડી છે. જેમાં આ સમયગાળા દરમ્યાન દેશમાં કુલ ૪૧,૧૩,૮૪૪ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે તેમ કેન્દ્રીય મંત્રીના નિવેદનમાં જણાવ્યું હતું.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit