જામનગર તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તારીખ ર૭ નવેમ્બરે યોજાશે

જામનગર તા. ૧૯ઃ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમની રાજ્ય અને જિલ્લા કક્ષાએ મળેલ સફળતા પછી ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ દર માસે યોજવામાં આવે છે. આ કાર્યક્રમ આગામી તા. ર૭.૧૧.ર૦૧૯ ને બુધવારે સવારે ૧૧ કલાકે પ્રાંત અધિકારી જામનગર (ગ્રામ્ય) ના અધ્યક્ષસ્થાને જામનગર (ગ્રામ્ય) મામલતદારની કચેરીમાં યોજાશે. આ કાર્યક્રમ દરમિયાન તાલુકા કક્ષાના સંબંધિત અધિકારીઓએ જાતે હાજર રહેવાનું રહેશે, પ્રતિનિધિને હાજર રાખી શકશે નહીં. આ મુદ્દે તા. રર.૧૧.ર૦૧૯ સુધીમાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને મામલતદારની કચેરી, જામનગર (ગ્રામ્ય) ને અરજી કરવાની રહેશે.

તાલુકા સ્વાગતમાં અરજી કરતા પહેલા કોઈપણ અરજદારે ગ્રામ્ય કક્ષાનો પ્રશ્ન હોય તો તે ગ્રામ પંચાયતના તલાટી-કમ-મંત્રી અથવા ગ્રામ સેવકને પ્રથમ અરજી કરેલી હોવી જોઈએ અને તે અનિર્ણિત હોવી જોઈએ. તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીને પ્રથમ લેખિતમાં રજૂઆત કરેલી હોવી જોઈએ અને તે અનિર્ણિત હોવી જોઈએ. આ કાર્યક્રમમાં રજૂ થતા પ્રશ્નો ગામ અને તાલુકા કક્ષાએ જ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્નો હોવા જોઈએ. આ કાર્યક્રમમાં અરજદારે રૃબરૃ પોતાના પ્રશ્નની આધાર પુરાવા સાથે રજૂઆત કરવાની રહેશે. અરજદાર એક જ વિષયને સંબંધિત રજુઆત કરી શકશે. સામૂહિક રજૂઆતો કરી શકશે નહિં, તેમ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ જામનગર (ગ્રામ્ય) ની યાદીમાં જણાવાયું છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit