જાહેરમાં જુગાર રમતા ત્રણ પકડાયાઃ રોકડ, ગંજીપાના કબજે

જામનગર તા. ૧૪ઃ ભાણવડમાંથી ગઈકાલે ત્રણ શખ્સને પોલીસે જાહેરમાં ગંજીપાના કૂટતા પકડી પાડ્યા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં ગઈકાલે સાંજે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા ગુલામ હુસેનભાઈ હીંગોરા, મજીત હાજીભાઈ ધાવડા તથા કિશોરસિંહ ઘેલુભા જાડેજા નામના ત્રણ શખ્સને પોલીસે પકડી લીધા હતાં. પટ્ટમાંથી રૃા. ૩૧૯૦ રોકડા તથા ગંજીપાના કબજે કરી પોલીસે ત્રણેય સામે જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

close
Nobat Subscription