| | |

દ્વારકામાં આવતીકાલે શરદપૂર્ણિમા રાસ-ગરબા મહોત્સવનું આયોજન

દ્વારકા તા. ૧૦ઃ દ્વારકામાં રઘુવંશી મહિલા મંડળ દ્વારા આવતીકાલે તા. ૧૧.૧૦.ર૦૧૯ ના શરદપૂર્ણિમાના રાસોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

દ્વારકાના લોહાણા મહાજન વાડીના મનવલ્લભ હોલમાં સાંજે પાંચ વાગ્યાથી આઠ વાગ્યા સુધી યોજાનારા આ શરદપૂર્ણિમા રાસોત્સવ માટે મહિલા મંડળ દ્વારા વિશેષ આયોજનો કરવામાં આવ્યા છે.

જેમાં રાસોત્સવમાં કુલ ત્રણ રાઉન્ડ રાસ-ગરબા યોજાશે. પ્રથમ રાઉન્ડ પાંચથી પંદર વર્ષની બાળાઓ માટે, બીજો રાઉન્ડ સોળથી ચાલીસ વર્ષની મહિલાઓ માટે તેમજ ત્રીજો રાઉન્ડ ૪૧ વર્ષ કે તેથી વધુ ઉંમરના મહિલાઓ માટે યોજવામાં આવનાર છે.

આ વિશેષ રાસોત્સવમાં આયોજક રઘુવંશી મહિલા મંડળ દ્વારા પ્રથમ તેમજ દ્વિતીય રાઉન્ડમાં રમનારી બાળાઓ તેમજ મહિલાઓએ ટ્રેડીશનલ ડ્રેસ તેમજ ત્રીજા રાઉન્ડ માટે ૪૧ વર્ષ કે તેથી વધુ ઉંમરની મહિલાઓએ સફેદ રંગની સાડી ડ્રેસ કોડ તરીકે પહેરવાની રહેશે.

આ સમગ્ર આયોજન રઘુવંશી મહિલા મંડળના સભ્યો માટે જ અને ટોકન એન્ટ્રી ફી સાથે યોજવામાં આવનાર હોવાનું તેમજ બેસ્ટ પરર્ફોમન્સ, બેસ્ટ ડ્રેસ તેમજ લકી ડ્રો સહિતના ઈનામો પણ રાખેલ સંસ્થાના કિશોરીબેન જટણિયા, હેમુબેન ખોડા,  પુષ્પાબેન બારાઈ, ક્રિષ્નાબેન પંચમતિયા, રંજનબેન મજીઠિયા, શ્રદ્ધાબેન ગાંધી સહિતના આયોજકોની યાદીમાં જણાવાયું છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit