જામનગરમાં લોકડાઉન પરિસ્થિતીમાં ગટરમાંથી સાંપડયું મૃત બાળકઃ પોલીસ દોડી

જામનગર તા. ર૬ઃ જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલા માસ્તર સોસાયટી વિસ્તારમાં એક ગટરમાંથી આજે સવારે મૃત હાલતમાં બાળક સાંપડયું છે. આ બાળક ત્યાં કેવી રીતે આવ્યું તેની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

જામનગરના નવાગામ ઘેડમાં આવેલી માસ્તર સોસાયટી નજીકની ખુલ્લી ગટરમાં આજે સવારે એક બાળક જોવા મળતાં ૧૦૮ની ટુકડી દોડી ગઈ હતી. એમ્બ્યુન્સના સ્ટાફે તે બાળકને બહાર કઢાવી ચકાસતા તે બાળક મૃત્યુ પામેલું જણાઈ આવ્યું છે. આ બાળકાના માથામાં પાછળના ભાગે લોહી નીકળેલું જોવા મળ્યું છે. ૧૦૮ની ટીમે આ બાબતની પોલીસને જાણ કરી છે. આ ગટરમાં ઉપરોક્ત બાળક કેવી રીતે આવ્યું તે બાબતની તપાસ શરૃ કરવામાં આવી છે. ઉપરાંત ગટરમાં બાળક નાખવામાં આવ્યું તે પહેલાં મૃત્યુ પામેલું હતું કે ગટરમાં નાખ્યા પછી માથામાં ઈજા થવાના કારણે તે બાળકનું મૃત્યુ નિપજયું છે તે બાબત પોસ્ટમોર્ટમ પછી જાહેર થઈ શકશે, હાલમાં જામનગરના તમામ વિસ્તારોમાં જ્યારે લોક ડાઉનની પરિસ્થિતી છે ત્યારે આ ગટરમાં બાળક કેવી રીતે આવ્યું તેવો પ્રશ્ન ઉઠવા પામ્યો છે. 

close
Nobat Subscription