નગરમાં ઉત્તરાયણ પર્વે પતંગની દોરીથી ૪૧ પક્ષીઓ ઘાયલ

ગઈકાલે ઉત્તરાયણના તહેવાર નિમિત્તે લોકોએ પતંગ ચગાવવાની મજા માણી હતી, પરંતુ તેમના પતંગની દોરીથી ૪૧ પક્ષીઓ ઘાયલ થયા હતાં, જો કે એક પણ પક્ષીનું સદ્નસીબે મૃત્યુ થયું ન હતું. રાજ્ય સરકાર દ્વારા કરૃણા અભિયાન સાથે શહેરની જીવદયા અને પર્યાવરણ પ્રેમી સંસ્થા દ્વારા પક્ષીઓ ઘાયલ ન થાય તે માટે અપીલ, અનુરોધ કરવામાં આવ્યો હતો તેમજ ઘાયલ પક્ષીઓની સારવાર માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. દરમિયાન ગઈકાલે ઉત્તરાણના પ્રસંગે લોકોએ ખૂબ પતંગ ચગાવ્યા હતાં જેમાં પતંગની દોરીથી કુલ ૪૧ પક્ષીઓ ઘાયલ થયા હતાં. જેમાં ૩૬ કબૂતર, એક કલકલિયો, એક કાંકનસાર, એક ટીટોડી, એક બજરીગટ, એક બગલાનો સમાવેશ થાય છે. આ તમામ પક્ષીઓને તાત્કાલીક સારવાર માટે બર્ડ હોસ્પિટલમાં લઈ જવાયા હતાં જ્યાં તમામને પ્રાથમિક સારવાર આપી મુક્ત કરવામાં આવ્યા હતાં. જ્યારે અન્ય પક્ષીઓને થોડી વધુ ઈજા પહંચી હોવાથી હાલ તેની સારવાર ચાલી રહી છે.                  (તસ્વીરઃ પરેશ ફલિયા)

close
Ank Bandh
close
PPE Kit