Advertisement

કલ્યાણપુરના લાંબામાં લગ્ન પ્રસંગમાં થયેલા ખાનગી ફાયરીંગમાં ચાર સામે નોંધાયો ગુન્હો

જામનગર તા. ૨૫ઃ કલ્યાણપુર તાલુકાના લાંબા ગામમાં રવિવારે એક પરિવારના યોજાયેલા લગ્ન પ્રસંગના દાંડિયારાસના કાર્યક્રમમાં જનમેદની વચ્ચે હવામાં ફાયરીંગ કરાયાના સોશિયલ મિડીયામાં વહેતા થયેલા વિડિયો પછી પોલીસે તેની તપાસ શરૃ કરતાં લાંબા ગામના જ બે આસામી કે જેઓની પાસે પાક રક્ષણના હથિયારના પરવાના છે તેઓએ પોતાના હથિયાર અન્ય બેને આપતા અને આ બે શખ્સે હવામાં ફાયર કર્યાનું બહાર આવતા મહિલા ફોજદારે ખુદ ફરિયાદી બની ચારેય સામે ગુન્હો રજિસ્ટર કરાવ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લાંબા ગામમાં ગયા રવિવારે રાત્રે એક પરિવારમાં યોજાયેલા લગ્નના પ્રસંગના દાંડિયારાસ વેળાએ હવામાં ફાયરીંગ થયું હોવાના અહેવાલ વહેતા થયા હતા. રાસ રમી રહેલા લોકો સાથે હવામાં ફાયરીંગ કરાયુુ હોય તેવો સોશિયલ મીડિયામાં એક વિડિયો પણ વાયરલ થયો હતો.

ત્યારપછી ખાનગી ફાયરીંગના આ બનાવે ભારે ચકચાર જગાવી હતી. જેની કલ્યાણપુર પોલીસે તપાસ શરૃ કરી હતી. જેમાં તથ્ય જણાઈ આવતા ગઈકાલે કલ્યાણપુરના મહિલા પીએસઆઈ એફ. બી. ગગનિયાએ ખુદ ફરિયાદી બની ચાર શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ લાંબા ગામના મેરામણભાઈ આલાભાઈ ચેતરીયા તથા રાણાભાઈ આલાભાઈ ચેતરીયા પોતાની પાસે રહેલા પાક રક્ષણ માટે પરવાનાથી ફાળવવામાં આવેલા બારબોરના હથિયાર સાથે આવ્યા હતા. આ વેળાએ જુઠાભાઈએ અનેક લોકો હાજર હતા ત્યારે અને હથિયારમાંથી ફાયરીંગ કર્યું હતું. જ્યારે વજશીભાઈ ચેતરીયાએ પણ હવામાં ફાયર કર્યો હતો.

ફાયરીંગ થવાથી કોઈ વ્યક્તિનું મૃત્યુ થવાની પુરી સંભાવના હોવા છતાં હથિયારના બે પરવાનેદારે અન્ય બે વ્યક્તિને પોતાના હથિયાર આપી દીધા હોય ચારેય સામે આઈપીસી ૩૦૮ તથા આર્મ્સ એક્ટની કલમો અને જી. પી. એક્ટની કલમ ૧૩૫(૧) હેઠળ જુઠાભાઈ મેરામણભાઈ ચેતરીયા, વજશીભાઈ રાણાભાઈ ચેતરીયા, મેરામણભાઈ આલાભાઈ ચેતરીયા, રાણાભાઈ આલાભાઈ ચેતરીયા સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit