Advertisement

હાલાર કોરોનામૂકતઃ ગઈકાલે એક પણ નવો કેસ નહીંઃ કોઈ મૃત્યુ નહીં..

લાંબા સમય પછી મોટી રાહત

જામનગર તા. ૨૦ઃ ખૂબ જ લાંબા સમય પછી સમગ્ર હાલાર પંથકમાં કોરોના પોઝિટિવ એક પણ કેઈસ નોંધાયો નથી આમ ગઈકાલે હાલાર કોરોના મુક્ત બન્યુું હતું. જામનગર સહિત હાલાર પંથકમાં કોરોનાની બીજી લહેરમાં દરરોજ અસંખ્ય પોઝિટિવ કેઈસ નોંધાતા હતા એક સમયે હોસ્પિટલમાં દર્દીને દાખલ કરવા માટે પણ જગ્યા ન હતી પરંતુ ધીમે ધીમે કોરોનાનમા કેઈસોની સંખ્યા સતત ઘટતી જતા માત્ર ગણ્યા ગાંઠ્યા કહી શકાય તેમ દરરોજ માત્ર બે-ચાર કેઈસ નોંધાઈ રહ્યા હતાં.

હવે સદંતર રાહત મળી હોય તેમ ગઈકાલે જામનગર શહેરમાં એક પણ પોઝિટિવ કેઈસ નોંધાયો ન હતો તેવી જ રીતે ગ્રામ્યમાં પણ ગઈકાલે એક પણ કેઈસ નોંધાયો ન હતો આમ ગઈકાલે ખરેખર જામનગર જિલ્લો કોરોના મુકત બન્યો હતો. ગઈકાલ સુધીમાં જામનગર શહેરમાં ૪૪૯૮૭૧ અને ગ્રામ્યમાં ૩૨૨૫૭૧ લોકોના કોરોના લક્ષી ટેસ્ટ કરી લેવામાં આવ્યા હતાં.

જયારે આજની સ્થિતિએ જી.જી. હોસ્પિટલમાં હવે ૧૭ દર્દીઓ કોવિડ વોર્ડમાં દાખલ છે. તેવી જ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ગઈકાલે કુલ ૬૦૧ લોકોનાં કોરોનમાલક્ષી ટેેસ્ટ કરવામાં આવ્યા હતાં. તેમાંં એક પણ પોઝિટિવ કેેઈસ જોવા મળ્યો ન હતો. એટલે કે દેવભૂમિ દ્વારકા જિલ્લો પણ કોરકોના મુકત બન્યો હતો આમ સમગ્ર હાલાર પંથક કોરોના મુકત  બન્યો છે. સાથો સાથ હાલારમાં ગઈકાલે એક પણ મૃત્યુ કેઈસ પણ નોધાયો ન હતો.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit