સુપ્રિમ કોર્ટના ચૂકાદાના મુખ્ય પ્રત્યાઘાતો

અમે સુપ્રિમ કોર્ટના ચૂકાદાનું સન્માન કરીએ છીએ. એ રાજ્ય સરકારની ઉપર છે કે તે અમને ક્યાં જમીન આપે છે. આ ભારત માટે ખૂબ મોટો મુદ્દો હતો જેનો ઉકેલ લાવવો જરૃરી હતો, હું આ ચૂકાદાથી ખુશ છું - ઈકબાલ અંસારી, મુસ્લિમ પક્ષકાર.

મુસ્લિમ પક્ષના વકીલ જફરયાબ જિલાનીએ સુપ્રિમકોર્ટના ચૂકાદામાં કેટલાંય વિરોધાભાસની વાત કહી.

મુસ્લિમ પક્ષના વકીલ જફરયાબ જિલાનીએ કહ્યું - હું ચૂકાદાથી સંતુષ્ટ નથી. જો કે હું કોર્ટના નિર્ણયનું સન્માન કરૃં છું. રામલ્લાના પક્ષમાં આવેલા ચૂકાદાને મુસ્લિમ પક્ષ પડકારશે.

હિન્દુ મહાસભાના વકીલ વરૃણ કુમાર સિન્હાએ કહ્યું કે આ એક ઐતિહાસિક ચૂકાદો છે. આ નિર્ણયની સાથે સુપ્રિમ કોર્ટે વિવિધતામાં એકતાનો સંદેશ આપ્યો છે.

અયોધ્યા વિવાદ પર સુપ્રિમ કોર્ટનો ચૂકાદો સર્વસહમતી એટલે પ-૦ થી આવ્યો છે.

પાંચ જ્જોએ કહ્યું કે, વિવાદાસ્પદ જમીન હિન્દુઓને સોંપવામાં આવે. કેન્દ્ર સરકાર એક ટ્રસ્ટ બનાવશે જે મંદિરનું નિર્માણ કરાવશે. આ જમીન અત્યારે કેન્દ્ર સરકારની પાસે રહેશે અને બાદમાં ટ્રસ્ટને અપાશે.

સુપ્રિમ કોર્ટે રાજ્ય સરકારને સુન્ની વકફ બોર્ડને પ એકરની વૈકલ્પિક જમીન ઉપલબ્ધ કરાવાનો નિર્દેશ આપ્યો.

સુન્ની વકફ બોર્ડના વકીલે કોર્ટના ચૂકાદાનું સ્વાગત કરતા કહ્યું કે અમે આ ચૂકાદાનું સ્વાગત કરીએ છીએ, મુસ્લિમોએ રામને ઈમામ-એ-હિન્દનો દરજ્જો આપ્યો હતો.

કેન્દ્ર વિવાદાસ્પદ જમીન મંદિર નિર્માણ માટે બોર્ડ ઓફ ટ્રસ્ટીઝને સોંપશે. મુસ્લિમોને અયોધ્યામાં પ એકરની વૈકલ્પિક જમીન મળશે. આ જમીન સુન્ની વકફ બોર્ડને મળશેઃ સુપ્રિમ કોર્ટ.

કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલા - સુપ્રિમકોર્ટનો નિર્ણય આવી ચૂક્યો છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ભગવાન શ્રી રામના મંદિરના નિર્માણના પક્ષમાં છે.

નિર્મોહી અખાડાના પ્રવક્તા કાર્તિક ચોપડા - અમે સુપ્રિમ કોર્ટના આભારી છીયે. તેમણે અમારી ૧પ૦ વર્ષની લડતને ઓળખ આપી. કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવતા ટ્રસ્ટમાં અમને યોગ્ય સ્થાન આપ્યું. જે રામ મંદિર નિર્માણ અને મેનેજમેન્ટનું કાર્ય સંભાળશે.

બિહારના મુખ્યમંત્રી નિતિશકુમાર - સુપ્રિમ કોર્ટનો નિર્ણય દરેક વ્યક્તિએ સ્વીકારવો જોઈએ. આ વિશે કોઈ વિવાદ ન થવો જોઈએ. અમે દરેકને અપીલ કરીએ છીએ કે નકારાત્મક માહોલ ન બનાવે. શાંતિ જાળવે.

ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે કહ્યું - હું દરેકને અપીલ કરૃં છું કે, સુપ્રિમકોર્ટના નિર્ણયને સ્વીકારે. શાંતિ અને એકતા જાળવે. ભાઈચારો આપણી ધર્મનિરપેક્ષતાની ઓળખ છે.

કોંગ્રેસ મહાસચિવે પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કર્યુ કે, જેવું તમને બધાને ખબર છે એ પ્રમાણે, અયોધ્યા મામલે આજે સુપ્રિમકોર્ટનો નિર્ણય આવવાનો છે. આ દરમિયાન કોર્ટનો જે પણ નિર્ણય હોય, દેશની એકતા, અખંડીતતા જળવાવી જોઈએ. રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું કે, આ ઐતિહાસિક ચૂકાદો છે. જનતાને શાંતિ જાળવવાની અપીલ કરૃં છું.

close
Nobat Subscription