જામનગરમાં કોરોનાના નિયમોનો ભંગ કરનાર ૯૯ દંડાયાઃ રોકડ દંડ વસૂલ

જામનગર તા. ૪ઃ જામનગર મહાનગરપાલિકા ટીમ દ્વમા ગઈકાલે માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ ભંગ બદલ કુલ ૯૯ લોકો પાસેથી રૃા. ૩૩,ર૦૦ ની દંડનીય વસૂલાત કરવામાં આવી હતી. કોરોના સંક્રમણ અટકાવવા માટે જરૃરી જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવ્યા પછી તેનો નિયમ ભંગ કરનારાઓ સામે પગલાં લેવામાં આવી રહ્યા છે. જે અન્વયે ગઈકાલે મહાનગરપાલિકાની ટીમો દ્વારા ચેકીંગ કામગીરી દરમિયાન માસ્ત નહીં પહેરનારા સાત લોકો પાસેથી રૃા. ૮૦૦૦ ની દંડનીય વસૂલાત કરવામાં આવી હતી, જ્યારે સોશ્યલ ડિસ્ટન્સનો બદલ ૯ર લોકો પાસેથી રૃા. રપ,ર૦૦ ની દંડનીય વસૂલાત કરવામાં આવી હતી. આમ ગઈકાલે કેલ ૯૯ કેસમાં રૃા. ૩૩,ર૦૦ ની દંડનીય વસૂલાત કરવામાં આવી છે, જ્યારે તા. રર માર્ચથી ગઈકાલ સુધીમાં માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ ભંગ બદલ કુલ ૩૮૦૩ કેસ કરવામાં આવ્યા હતાં અને રૃા. ૧પ,રર,૭૪૦ ની વસૂલાત કરવામાં આવી છે.



અન્ય સમાચારો

close
Ank Bandh 29 March
close
PPE Kit