| | |

અલિયાની રૃપારેલ નદી ઉપરનો તૂટેલો ચેકડેમ રીપેર કરવા માંગ

જામનગર તા. ૧૧ઃ જામનગર તાલુકાના અલિયા ગામની રૃપારેલ નદી ઉપરનો ચેકડેમ તૂટી ગયો હોય, તેને ંરીપેર કરવાની માંગણી કરવામાં આવી છે.

જામનગર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વશરામભાઈ રાઠોડએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરી છે કે, રૃપારેલ નદી ઉપરનો ચેકડેમ તૂટી ગયો છે.

બાડા અને ગોકુલપર ગામના ખેડૂતો માટે આ ડેમ ખૂબ જ ઉપયોગી છે. આથી તેને તાત્કાલિક રીપેર કરવો જોઈએ.

સુઝલામ્-સુફલામ્ કામગીરી બીલકુલ થતી નથી. જિલ્લામાં આશરે ૧૭૦૦ ચેકડેમો તૂટી ગયા છે. જો સમયસર તેને રીપેર કરાયા હોત તો પુષ્કળ પાણી સંગ્રહ થયો હોત, પરંતુ આ પાણી દરિયામાં વહી ગયું છે.

જામનગર જિલ્લા પંચાયત હસ્તકના જર્જરીત અને ક્ષતિગ્રસ્ત ચેકડેમની મરામત માટે રૃપિયા પ૦  કરોડની રકમ ફાળવવા પણ માંગ કરી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit