Advertisement

નગરમાં પૂર્વ વિપક્ષી નેતા દ્વારા વેક્સિનેશન કેમ્પ

જામનગર તા. ૧૩ઃ જામનગરમાં ગત તા. ૧૦-૧૦-૨૧ અને રવિવારના રોજ પૂર્વ વિરોધપક્ષ નેતા અને કોર્પોરેટર અસલમભાઈ ખીલજી દ્વારા પાનવાડા આરોગ્ય કેન્દ્રની ટીમના સહયોગથી પટણી જમાત ખાનમાં કોવિડ-૧૯ વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૫૮૦ લોકોએ રસીકરણનો લાભ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા કોર્પોરેટર અસલમભાઈ ખીલજી, સામાજિક કાર્યકર હાજી રિઝવાનભાઈ જુણેજા, યુથ કોંગ્રેસના પ્રમુખ ડો. તોસિફખાન પઠાણ, પૂર્વ કોર્પોરેટરો ગનીભાઈ બસર,  સહારાબેન મકવાણા, રૃચીતાબેન જોશી, ભાનુબેન બ્રિજેશભાઈ જાની, ગોરીસર, પટણી સમાજના પ્રમુખ જુસબભાઈ જે.કે., સેક્રેટરી યુસુફભાઈ પંજા, સલીમભાઈ વોર્ડવાળા, હનીફભાઈ શેખ, હનીફભાઈ કુરેશી, જાકિરસર પંજા, અલતાફભાઈ મેમણ, ઈમ્તિયાઝબાપુ સૈયદ, હાજી મહેબુબભાઈ, અસગરભાઈ શેખ  સતારભાઈ મીરજા, આસિફભાઈ છુરીકાર, હનીફભાઈ પંજા તથા એમ.કે. ગ્રુપ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit