મરેલા ઢોર ઉપાડવાનું કામ કરતા ચમારો- વણકરોને અલાયદી જમીન ફાળવવા રજુઆત

જામનગર તા. ૧૯ઃ જામનગરમાં મરી ગયેલા ઢોરને ઉપાડવાનું તથા ઉખેરવાનું કામ કરતા ચમારો-વણકરોને અલાયદી જમીન ફાળવવા જામનગર જિલ્લા દલિત સમાજ પ્રભારી મહેન્દ્રભાઈ વાઘેલાએ રાજ્યના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.

જામનગર મહાનગરપાલિકા - ઢોરવાડા તેમજ કેટલીક ગૌશાળામાં ઢોરોનું પાલન કરતી સંસ્થાઓમાં મરણ પામતા ઢોરો ચમારો-વણકરોને કાયદેસરની પાવતીઓ આપી નિકાલ કરવામાં આવે છે. સરકારે ચમારકામ કરનારાઓ, સફાઈનું કામ કરનારાઓને અસ્વચ્છ કામદાર તરીકે જાહેર કરી તેમના ઉત્થાન માટે જરૃરી સહાય આપવાનું શરૃ કર્યુ છે.

દેશના ઢોરના કતલખાનામાં દરરોજ હજારોની સંખ્યામાં પશુવધ થઈ રહ્યો છે. મરેલા ઢોરને ઉપાડી તેની ખાલ ઉપાડવાનું કામ કરતા ચમારોને તેમને વારસાઈ ધોરણે કામ મળી શકે અને તેમના કુટુંબનું નિર્વાહ કરી શકે તે હેતુથી મરેલા ઢોર-ગાય-વાછડા, બળદ-પાડા, ભેંસ, પડેલાના ચામડા કમાવવા, હાડકા કાઢવા અને ચરબી કાઢી વેંચાણ કરવાથી તેમના કુટુંબનું નિર્વાહ કરી રહ્યાં છે. તેઓ તેમનો વારસાઈ ધંધો જાળવી રાખે તે માટે મરેલા ઢોરના નિકાલ ઉખેરવાના કામ માટે ખાસ અલાયદી જમીન ફાળવવામાં આવે તેવી માંગણી છે.

જામનગર શહેરમાં મરેલા કૂતરા, બીલાડાના નિકાલ માટે વર્ષોથી ડમ્પની સુવિધા ઠેબા બાયપાસ પાસે છે અને વર્ષોથી આ કામ ચાલુ છે.

મરેલા ઢોરમાં માત્ર ગૌ વંશજ હોતા નથી. ગૌવંશ સિવાયના પ્રાણીઓના મૃત શરીરો હોય છે. એટલે કે, માત્ર ગૌવંશની રજૂઆત કરનારા સરકારને ગેરમાર્ગે દોરી રહ્યાં હોય તેમ જણાય છે. પાડા, ભેંસ, પડેલા, ઘેટા, બકરાના મૃત શરીરો પણ હોય છે. ચમાર કામ કરનારાઓ ઢોરનું ચામડુ, ઢોરના હાડકા અને માંસમાંથી મળતી ચરબી મેળવી ધંધો કરે છે. અને તેમના કુટુંબનું નિર્વાહ કરે છે. આવી ગંભીરતાને ધ્યાને લઈ સરકાર દ્વારા ઢોર ઉખેરવાના કામ માટે ખાસ અલાયદી જમીન ફાળવી કાયમી રક્ષણ આપવાની માંગણી કરવામાં આવી છે.

મરેલા ઢોરનું સમારકામ કરતા જુદા-જુદા કામદારોને ધંધો કરનાર કુટુંબની આજીવિકા મેળવી જીવનનિર્વાહ કરી શકે, તેથી મૃત ઢોરનું નિકાલ કરતા ચમારકામ કરનારાઓને અને કાયમી ધોરણે જમીન મળી રહે તેવી માંગણી છે. સ્લોટર હાઉસમાં હજારો પ્રાણીઓના શરીરો કાયદેસર વેંચવામાં આવે છે અને તેઓને રક્ષણ અપાતુ હોય તો મૃત ઢોર ઉપાડવાનું કામ કરનારાઓ માટે સુવિધા આપવા રજૂઆત કરી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit