આવતીકાલે જામનગરની લોહાણા મહાજનવાડીમાં કાર્ડધારકોને ઘર-ઉપયોગી ચીજવસ્તુઓનું થશે વિતરણ

જામનગર તા.૧૭ઃ જામનગરના લોહાણા મહાજનની યાદી જણાવે છે કે, આવતીકાલે તા. ૧૮-૧૦-૨૦૨૦ રવિવારે સવારે ૧૦ થી ૧ સુધી જામનગર લોહાણા મહાજનવાડી, પંચેશ્વરટાવર, જામનગરમાં લોહાણા મહાજન દરીદ્રનારાયણ સેવા યોજના હેઠળ કાર્ડધારકોને ૨ લીટર તેલ, ૫ કીલો ચોખા, ૧ કિલો સોજી, ૨ કિલો ઘઉંનો લોટ, ૧ કિલો ચણા, ૧ કિલો ચણાની દાળ, ૧ કિલો ખાંડ, ૨૫૦ ગ્રામ ચા, હળદર ૨૦૦ ગ્રામ, ધાણાજીરૃ ૨૫૦ ગ્રામ, હવેજ ૨૦૦ ગ્રામ, ગરમ મસાલો ૧ પેકેટ, સેનેટાઈઝર કીટ, ૪ દિવડા જામનગર લોહાણા મહાજનવાડીના ધામેચાવિંગના મુખ્યદાતા સ્વ. ખોડિદાસભાઈ રતનશીભાઈ ધામેચા (લંડન)ના સ્મરણાર્થે પ્રદિપભાઈ ખોડીદાસભાઈ ધામેચા (લંડન) તરફથી વિતરણ કરવામાં આવશે.દરેક કાર્ડધારક જ્ઞાતિજનોએ ઉપરોકત તારીખ અને સમયે જામનગર લોહાણા મહાજન વાડીએ પોતાના કાર્ડ સાથે ઉપસ્થિત રહી સામગ્રી લઈ જવા જામનગર લોહાણા મહાજનના પ્રમુખ જીતેન્દ્ર એચ.લાલ અને માનદમંત્રી રમેશભાઈ દત્તાણીએ જણાવ્યું છે.

close
Ank Bandh
close
PPE Kit