Advertisement

એસટી ડેપોમાંથી સોનાના ચેઈન-રોકડ સેરવનાર મહિલા આરોપી ઝડપાઈ

ભાણવડ શહેરના રણજીત પરામાં રહેતા દિવ્યાબેન નિતેશભાઈ કરથીયા નામના મહિલા સોમવારે જામનગરના એસ ટી ડેપોમાં આવ્યા હતા અને તેઓ ભાણવડ જવા માટે બસની રાહ જોતા હતા ત્યારે તેમના પર્સમાંથી રૃા. ૫૦ હજારની કિંમતનો સોનાનો પેન્ડલ સાથેનો ચેઈન અને રૃા. ૨૧૦૦ રોકડા સેરવાઈ ગયા હતા. જેની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી.

પોલીસે હાથ ધરેલી તપાસમાં ચાંદીબજાર વિસ્તારમાં એક મહિલા દાગીના વેચવા તજવીજ કરતી હોવાની વિગત મળતા સિટી એ ડિવિઝનના સ્ટાફે ચાંદીબજારમાંથી પાલનપુરના ખોડિયારનગરમાં રહેતા નિંદિયાબેન બાબુભાઈ પરમાર નામના મહિલાને અટકાયતમાં લઈ તલાસી લેતા તેમના કબ્જામાંથી દિવ્યાબેનનો સોનાનો પેન્ડલવાળો ચેઈન સાંપડયો હતો. પોલીસે આ મહિલાની ધરપકડ કરી પૂછપરછ આરંભી છે.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit