| | |

ઉનાળામાં લૂ થી બચવા માર્ગદર્શિકા જાહેર

જામનગર તા. ૨૩ઃ વધુ પડતી ગરમીએ મનુષ્યના આરોગ્યને હાનિકર્તા છે. અને ઉનાળામાં હીટવેવના કારણે સન સ્ટ્રોક (લૂ) લાગવાના કેસો ખૂબ બનવા પામે છે. ઉનાળાની ઋતુમાં લુ લાગવાના કેસોને ધ્યાને લઈ ગુજરાત સરકાર દ્વારા સનસ્ટ્રોક (લૂ) થી બચવા જાહેર જનતા માટે આરોગ્યલક્ષી સૂચનાઓ જાહેર કરી છે. તે મુજબ હીટવેવ દરમ્યાન બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાઈ તે રીતે સફેદ સુતરાઉ ખુલતા કપડા પહેરવા, ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો, નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃદ્ધો તથા અશક્ત અને બીમાર વ્યક્તિઓએ તડકામાં વિશેષ કાળજી લેવી, સીધા સૂર્યપ્રકાશથી બચવું, ભીના કપડાથી માથું ઢાંકી રાખવું અને જરૃર જણાયે અવાર-નવાર ભીના કપડાથી શરીર લૂંછવું, દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું, લીંબુ શરબત બનાવીને પીવા જોઈએ, બાળકો માટે કેસુડાના ફૂલ તથા લીમડાના પાનનો નાહવાના પાણીમાં ઉપયોગ કરવો. ગરમીમાં બહારથી ઘરે આવ્યા બાદ શરીરનું તાપમાન નીચું આવે ત્યારબાદ જ નહાવું, શક્ય હોય તો ઘરના બારી અને બારણા સાથે ખસની ટટ્ટી પાણી છાંટી બાંધી રાખવી, દિવસ દરમ્યાન ઝાડ નીચે, ઠંડક અને છાંયામાં રહેવું, બજારમાં મળતો ખુલ્લો, વાસી ખોરાક ખાવો નહીં. બજારમાં મળતા બરફનો ઉપયોગ ટાળવો. લગ્નપ્રસંગે દૂધ, માવામાંથી બનાવેલ ખાદ્યપદાર્થો ખાવા નહીં. ઉપવાસ કરવાનું ટાળવું. માથાનો દુખાવો, ઉલ્ટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા કે તાવ આવે તો તુરત જ નજીકના દવાખાના, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે હોસ્પિટલનો સંપર્ક કરવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જામનગરની યાદીમાં જણાવ્યું છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit