Advertisement

નાંદુરી પાસે ડેમમાં યુવાન ડૂબ્યો

જામનગર તા. ૨૯ઃ લાલપુરના નાંદુરી ગામના એક યુવાન ગુરુશંકા માટે પોતાના ઘરેથી નીકળ્યા પછી ગુમ થઈ ગયાની અને તેઓ ડેમમાં પડી ગયા હોવાની આશંકાથી ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતાં ફાયરના જવાનો નાંંદુરી ગામમાં દોડી ગયો છે. તે યુવાનની ડેમમાં શોધખોળ શરૃ કરાઈ છે.

લાલ૫ુર તાલુકાના નાંદુરી ગામમાં રહેતાં એક યુવાન બે દિવસ પહેલાં પોતાના ઘરેથી ગુરૃશંકા માટે નીકળ્યા પછી ઘેર પરત ફર્યા ન હોય અને આ યુવાન નાંદુરી નજીકના ડેમમાં ડૂબી ગયા હોવાની આશંકા ઉભી થતાં આજે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેના પગલે સવારે ફાયરના જવાનો નાંદુરી દોડી ગયા છે.

ત્યાં ચર્ચાતી વિગતો મુજબ આ યુવાન ડેમમાં જ પડયા છે કે નહીં? તેની કોઈ નક્કર વિગત આપી શકે તેમ નથી પરંતુ આ યુવાન લાપત્તા હોય ડેમમાં પડી ગયા હોવાની આશંકા સેવાઈ રહી છે. ત્યારે ફાયરના જવાનોએ ડેમના પાણીમાં તે યુવાનની શોધખોળ શરૃ કરી છે. બપોર સુધી તે યુવાનના કોઈ સગડ મળવા પામ્યા નથી.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit