| | |

નિવૃત્તિ વિદાયમાન સમારોહનું આયોજન

જામનગર તા. ૯ઃ રાવલસરમાં ચંદરયા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત નવસર્જન ઉત્તર બુનિયાદી વિદ્યાલયના આદર્શ શિક્ષક ઘનશ્યામભાઈ અજુડિયા વયમર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહ્યા છે. તેઓનો નિવૃત્તિ વિદાયમાન સમારોહ તા. ૧૧.૧૦.ર૦૧૯  ના સવારે ૧૦ વાગ્યે તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સ્નેહમિલનનો કાર્યક્રમ બપોરે ૩ વાગ્યે યોજાયા છે.

આ સમારોહમાં અધ્યક્ષસ્થાને મોટી હવેલીના ગોસ્વામી વલ્લભરાયજી મહોદ્ય, મુખ્ય મહેમાનપદે ખડસણી લોકશાળાના સંચાલક મનુભાઈ મહેતા અને અતિથિવિશેષ પદે ઘનશ્યામભાઈ અજુડિયાના ગુરુજનો ઉપસ્થિત રહેશે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit