જામનગરમાં વરસાદી માહોલ વચ્ચે બે ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩ર ડીગ્રી

જામનગર તા. ર૬ઃ જામનગરમાં વરસાદી માહોલ વચ્ચે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન બે ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩ર ડીગ્રી નોંધાયું હતું. જેના પગલે ગરમીમાં ઘટાડો થયો હતો.

જામનગરમાં ગઈકાલે ધાબળીયું વાતાવરણ જોવા મળ્યું હતું. જ્યારે આજે સવારે ૭ વાગ્યે આકાશમાં વરસાદી વાદળોનો જમાવડો જોવા મળ્યો હતો. ચૈત્ર માસના પ્રારંભે લોકોને અષાઢી માહોલ જોવા મળ્યો હતો. ધાબળીયા વાતાવરણ વચ્ચે નગરમાં આજે સવારે પૂરા થતાં ચોવિસ કલાક દરમિયાન બે ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩ર ડીગ્રી તથા બે ડીગ્રીથી વધુના વધારા સાથે લઘુત્તમ તાપમાન ર૩.૮ ડીગ્રી નોંધાયું હતું. વરસાદી માહોલ અને મહત્તમ તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે ગરમીમાં ઘટાડો થયો હતો. જામનગરમાં આજે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન વાતારવણમાં ભેજનું પ્રમાણ ૭૮ ટકાએ સ્થિર રહ્યું હતું. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ પ થી ૧૦ કિ.મી.ની રહેવા પામી હતી.

close
Nobat Subscription