Advertisement

દુનિયામાં કોરોનાનો ક્રૂર પંજોઃ ર૪ કલાકમાં ૮૮૯૯ ના મૃત્યુઃ પ.૬૮ લાખ નવા કેસ

રશિયામાં ગામા, ફ્રાન્સમાં ડેલ્ટાનો પ્રકોપ વધુ

જીનીવા તા. ર૪ઃ વિશ્વમાં કોરોના હજુ પણ મોતનું તાંડવ મચાવી રહ્યો છે. વિવિધ સ્વરૃપે ધારણ કરીને કોરોના વાઈરસ માનવીને હંફાવી રહ્યો છે. દેશમાં કોરોનાથી ર૪ કલાકમાં પ.૬૮ લાખ નવા કેસ નોંધાયા છે.

છેલ્લા ર૪ કલાકમાં દુનિયામાં કોરોનાના પ લાખ ૬૮ હજાર નવા કેસ સામે આવ્યા છે. દુનિયાભરમાં ર૪ કલાકમાં ૮૮૯૯ લોકોના મોત થયા છે, જ્યારે ૩ લાખ ૮૮ હજાર દર્દીઓ સાજા થયા છે. આ સાથે જ વિશ્વમાં કોરોનાના કુલ કેસ ૧૯.૩૩ કરોડ થઈ ગયા છે. કોરોનામાં અત્યાર સુધીમાં કુલ ૪૧.પ૦ લાખ લોકોના જીવ ગયા છે અને ૧૭.પ૭ કરોડ લોકોએ તેને મહાત આપી છે. અમેરિકામાં કોરોના કેસમાં ઝડપી વધારો થયો છે. ર૪ કલાકમાં ત્યાં ૬૬,૬પ૧ નવા કેસ આવ્યા છે. હવે અહીં કોરોના વાઈરસના કુલ કેસ ૩ કરોડ પર લાખથી વધારે થઈ ગયા છે. એક દિવસમાં કોરોનાના કારણે સૌથી વધારે મોત બ્રાઝીલમાં ૧૪૪૪ અને ઈન્ડોનેશિયામાં ૧૪૪૯ થયા છે. તો બીજી તરફ રશિયામાં ગામા વેરિયન્ટના નવા કેસો સામે આવ્યા છે. તેનાથી રશિયન સરકારની ચિંતા વધી ગઈ છે. આ વેરિયન્ટ સૌ પહેલા બ્રાઝીલમાં જોવા મળ્યો હતો. રશિયામાં જુલાઈની શરૃઆતથી જ કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. અત્યારે ત્યા એક્ટિવ કેસની સંખ્યા વધીને ૪.૭પ લાખ થઈ ગયા છે. જર્મનીમાં છેલ્લા એક અઠવાડિયામાં દર એક લાખ વયક્તિએ ૧ર.૧ નવા કેસ નોંધાયા છે. જુલાઈની શરૃઆતની સરખામણીમાં અત્યારે નવા કેસનો દર ડબલથી વધારે થયો છે. બ્રિટનમાં પણ કોરોનાના નવા કેસો વધી રહ્યા છે. છેલ્લા ર૪ કલાકમાં ત્યાં ૩૯,૯૦૬ નવા કેસ આવ્યા છે, તો ફ્રાન્સમાં પણ છેલ્લા ર૪ કલાકમાં ર૧,૯૦૮ નવા કેસો આવ્યા છે. ત્યાં કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા પ૩.૩૩ લાખ થઈ ગઈ છે. દેશના આરોગ્ય મંત્રી અનુસાર ડેલ્ટા વેરિયન્ટના કારણે છેલ્લા અઠવાડિયામાં કોરોનાના કેસમાં ૧પ૦ ટકાનો વધારો થયો છે. ફ્રેન્ચ વડાપ્રધાન જોન કેસ્ટેક્સે કહ્યું કે, દેશમાં નોંધાઈ રહેલા નવા કેસોમાં ૯૬ ટકા કેસ રસી નહીં લેનારા લોકોના છે. બ્રાઝીલમાં ર૪ કલાકમાં ૧ લાખ નવા કેસ નોંધાયા છે અને ૧૩ર૪ ના મોત થયા છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit